Not Set/ રિલાયન્સ જિયો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો નવો પ્લાન, યુઝર્સને મળશે ૨ GB ડેટા

નવી દિલ્હી, રિલાયન્સ જિયોએ ટુંક જ સમયમાં દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે અને જિયોએ પોતાના ટેરિફ પ્લાન અંગે ટેલિકોમ સેક્ટરમાં પણ ધૂમ મચાવી દીધી છે. જિયોના આ પ્લાનને લઇ કંપનીઓ વચ્ચે ટેરિફ વોર પણ શરુ થઇ ગયું છે, ત્યારે હવે કંપની દ્વારા હવે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. જિયો દ્વારા લોન્ચ કરવામાં […]

Trending Tech & Auto
reliance jio રિલાયન્સ જિયો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો નવો પ્લાન, યુઝર્સને મળશે ૨ GB ડેટા

નવી દિલ્હી,

રિલાયન્સ જિયોએ ટુંક જ સમયમાં દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે અને જિયોએ પોતાના ટેરિફ પ્લાન અંગે ટેલિકોમ સેક્ટરમાં પણ ધૂમ મચાવી દીધી છે. જિયોના આ પ્લાનને લઇ કંપનીઓ વચ્ચે ટેરિફ વોર પણ શરુ થઇ ગયું છે, ત્યારે હવે કંપની દ્વારા હવે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે.

જિયો દ્વારા લોન્ચ કરવામાં આવેલા નલા પ્લાનને હાલના પ્લાન સાથે જ એડ-ઓન કરવામાં આવ્યો છે. આ પ્લાન પહેલાથી કરવામાં આવેલો આ રિચાર્જ પ્લાન પર એક ટોપ-અપ પ્લાન તરીકે મળશે.

જેનો મતલબ છે કે, જિયો પ્રીપેડ યુઝર્સને હવે આ પ્લાન હેઠળ પ્રતિ દિવસ વધુ ૨ GB ડેટા મળશે. જો કે, જિયોની આ નવી ઓફર MyJio એપમાં ૩૦ જુલાઈ સુધી વેલિડ છે અને આ પ્લાન હાલના કેટલાક જિયો સબસ્ક્રાઈબર્સ માટે જ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત જે પ્રીપેડ જિયો ગ્રાહકોના નંબર પર પહેલાથી જ કોઈ રિચાર્જ પેક એક્ટીવેટ હશે, તેઓને આ ફાયદો લઇ શકે છે. આ ઓફર એક્ટીવેટ કર્યા બાદ, યુઝર્સ પોતાના હાલના જિયો પ્લાનમાં મળનારા ડેટા ઉપરાંત ૨ G તેમજ ૪ G ડેટા પર દિવસભર મળશે.