Not Set/ સોશિયલ સાઈટ WhatsAppમાં હવે જોડવામાં આવી શકે છે આ ફિચર્સ

નવી દિલ્હી, સોશિયલ મેસેન્જર સાઈટ WhatsAppમાં હવે વધુ નવું એક ફિચર્સ તમને જોવા મળી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વોટ્સએપ પર હવે યુઝર્સને સ્ટિકર્સ આપવામાં આવશે અને આ સ્ટિકર્સ એન્ડ્રોઇડ માટે જાહેર કરવામાં આવેલા બીટા બિલ્ડમાં અપાઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફેસબુક દ્વારા પોતાની વાર્ષિક ડેવેલપર કોન્ફરન્સ F8માં જ એલાન કર્યું હતું કે WhatsAppમાં આ […]

Trending Tech & Auto
સોશિયલ સાઈટ WhatsAppમાં હવે જોડવામાં આવી શકે છે આ ફિચર્સ

નવી દિલ્હી,

સોશિયલ મેસેન્જર સાઈટ WhatsAppમાં હવે વધુ નવું એક ફિચર્સ તમને જોવા મળી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વોટ્સએપ પર હવે યુઝર્સને સ્ટિકર્સ આપવામાં આવશે અને આ સ્ટિકર્સ એન્ડ્રોઇડ માટે જાહેર કરવામાં આવેલા બીટા બિલ્ડમાં અપાઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફેસબુક દ્વારા પોતાની વાર્ષિક ડેવેલપર કોન્ફરન્સ F8માં જ એલાન કર્યું હતું કે WhatsAppમાં આ પ્રકારનું ફિચર્સ આવવાનું છે.

WABetainfoની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સ્ટિકર વોટ્સએપના વર્જન 2.18.218માં ઉપલબ્ધ હશે. જો કે હાલમાં આ ફિચર્સ યુઝર્સને આપવામાં આવશે નહિ, કારણ કે આ ફિચર્સ હાલ ટેસ્ટ પર છે. આ નવા ફિચર્સ અંગે WABetainfoના ટ્વીટર પર એક સ્ક્રીનશોટ પણ આપવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, વોટ્સએપના ફેક ન્યુઝને લઇ વર્તમાન સમયમાં ભારતમાં અનેકવાર સવાલો ઉભા થયા છે. ત્યારબાદ કંપની દ્વારા ફૂલ પેજમાં વિજ્ઞાપન આપીને ફેક ન્યુઝ રોકવા માટેની ટેકનિક અંગે પણ જણાવવામાં આવ્યું છે.

આ વિજ્ઞાપનમાં ૧૦ પોઈન્ટ આપવામાં આવ્યા છે અને કંપનીનું કહેવું છે કે, જયારે તમે આ સૂચનોને માણશો ત્યારે વોટ્સએપ પર પ્રાપ્ત થનારુ કન્ટેન્ટ સાચું છે કે નહિ તે અંગે માહિતી મેળવી શકો છો.