Not Set/ ટ્વિટર પર પણ ખબર પડશે કોણ છે ઓનલાઇન, જોડાશે આ નવા ફીચર્સ

માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર ના સીઈઓ જેક ડોર્સીએ ટ્વિટરની પ્રોડક્ટ મેનેજર સારા હૈદરનું ટ્વિટ શેર કર્યું છે. આ ટ્વિટમાં બે નવા ફીચર્સ જોઈ શકાય છે. કેટલાક સ્ક્રીનશોટ છે, જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે કંપની ટ્વિટ પર કરવામાં આવેલા રીપ્લાયમાં કોમેન્ટ ઓપશન આપવામાં આવશે. સારા હૈદરે ટ્વિટર પર કહ્યું કે પ્રેઝન્સ એક સ્ટેટસ ઇન્ડિકેટર છે. […]

Trending Tech & Auto
Tweet tweet ટ્વિટર પર પણ ખબર પડશે કોણ છે ઓનલાઇન, જોડાશે આ નવા ફીચર્સ

માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વિટર ના સીઈઓ જેક ડોર્સીએ ટ્વિટરની પ્રોડક્ટ મેનેજર સારા હૈદરનું ટ્વિટ શેર કર્યું છે. આ ટ્વિટમાં બે નવા ફીચર્સ જોઈ શકાય છે. કેટલાક સ્ક્રીનશોટ છે, જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે કંપની ટ્વિટ પર કરવામાં આવેલા રીપ્લાયમાં કોમેન્ટ ઓપશન આપવામાં આવશે.

સારા હૈદરે ટ્વિટર પર કહ્યું કે પ્રેઝન્સ એક સ્ટેટસ ઇન્ડિકેટર છે. હાલ, આપની ટ્વિટર પ્રોફાઈલ ફોટો પાર ગ્રીન ડોટ રૂપે દેખાશે, જેનો મતલબ છે આપ ટ્વિટર પર ઓનલાઇન છો.

જણાવી દઈએ કે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર પણ આવા ફીચર છે. તેમજ કોમેન્ટમાં રીપ્લાય કરવાનું ફીચર ફેસબૂક પર ખુબ પહેલાથી જ આપવામાં આવે છે.

જોકે, ટ્વિટ બાદ ટ્વિટર યુઝર્સના ફીડબેક પણ આવ્યા, જેમાં કેટલાક લોકો આ વાતને લઈને પરેશાન છે કે હવે ટ્વિટર પર પણ ઓનલાઇન હોવાની ખબર બીજા લોકોને પડશે. જે માટે યુઝર્સે એવા ફીચરની માંગ કરી છે, જેનાથી ઓનલાઇન ઇન્ડિકેટર બંધ કરી શકાય.