Not Set/ વોટ્સએપમાં જોડાયું પ્રાઈવેટ રીપ્લાઈ ફિચર્સ, યુઝરને થશે આ ફાયદો

નવી દિલ્હી, દુનિયામાં સૌથી વધુ યુઝ થનારી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં એક નવું ફિચર્સ જોડવામાં આવ્યું છે. આ ફિચર્સ એડ થયા બાદ હવે યુઝર્સ ગ્રુપ મેસેજનો પ્રાઈવેટ રીપ્લાઈ આપી શકે છે. આ ફિચર્સને રીપ્લાઈ પ્રાઇવેટલી કહેવામાં આવશે અને તેના હેઠળ વોટ્સએપ ગ્રુપના મેસેજનો પ્રાઇવેટ રીપ્લાઈ કરી શકો છો. જો કે હાલમાં વોટ્સએપમાં ગ્રુપ મેસેજનો રીપ્લાઈ […]

Trending Tech & Auto
વોટ્સએપમાં જોડાયું પ્રાઈવેટ રીપ્લાઈ ફિચર્સ, યુઝરને થશે આ ફાયદો

નવી દિલ્હી,

દુનિયામાં સૌથી વધુ યુઝ થનારી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં એક નવું ફિચર્સ જોડવામાં આવ્યું છે. આ ફિચર્સ એડ થયા બાદ હવે યુઝર્સ ગ્રુપ મેસેજનો પ્રાઈવેટ રીપ્લાઈ આપી શકે છે.

આ ફિચર્સને રીપ્લાઈ પ્રાઇવેટલી કહેવામાં આવશે અને તેના હેઠળ વોટ્સએપ ગ્રુપના મેસેજનો પ્રાઇવેટ રીપ્લાઈ કરી શકો છો.

વોટ્સએપમાં જોડાયું પ્રાઈવેટ રીપ્લાઈ ફિચર્સ, યુઝરને થશે આ ફાયદો
tech-whatsapp-reply-privately-group-message-beta-report

જો કે હાલમાં વોટ્સએપમાં ગ્રુપ મેસેજનો રીપ્લાઈ કરી શકો છો, પરંતુ તે ગ્રુપમાં જોવા મળે છે, ત્યારે હવે આ ફિચર્સ આવવાથી યુઝર સીધા જ પોતાના મેસેજ દ્વારા સેન્ડર સાથે વાતચીત કરી શકો છો.

આ ફિચર્સ દરેક પ્રકારના વોટ્સએપ ગ્રુપમાં લાગુ થશે અને જૂના મેસેજનો રીપ્લાઈ પણ તેના હેઠળ કરી શકો છો.

Finally WhatsApp to Introduce Most Awaited Recall Feature 1 વોટ્સએપમાં જોડાયું પ્રાઈવેટ રીપ્લાઈ ફિચર્સ, યુઝરને થશે આ ફાયદો
tech-whatsapp-reply-privately-group-message-beta-report

WABetainfoના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ ફિચર્સ વોટ્સએપના એન્ડ્રોઇડ માટે આપવામાં આવનારા બીટા વર્જન માટે આપવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ ફિચર્સને નોર્મલ કરવામાં આવશે.

મહત્વનું છે કે, વોટ્સએપમાં હવે સ્ટીકર્સની શરૂઆત થઇ રહી છે અને તેને લઇ અપડેટ પહેલાથી જ આવી ચુક્યું છે. હવે કંપની અ સ્ટીકર્સનો ડાયરો વધારી શકે છે અને વધુ ડેવેલપ થયેલા સ્ટીકર્સ તૈયાર કરીને આ પ્લેટફોર્મ પર અપલોડ કરી શકો છો. સ્ટીકર્સના આ ફિચર્સ એન્ડ્રોઇડ અને IOS એમ બંને પ્લેટફોર્મ માટે છે.