Not Set/ અમેરિકામાં બનાવવામાં આવ્યું ચોખાના દાણા કરતા પણ નાનું કોમ્પ્યુટર

વોશિંગ્ટન, હાલમાં ૨૧ સદીના ટેકનોલોજી યુગમાં દીન-પ્રતિદિન અવનવા સંશોધન થતા હોય છે, ત્યારે અમેરિકાની યુનિવર્સીટી ઓફ મિશગિનના રિસર્ચમાં દુનિયાનું સૌથી નાનું કોમ્પ્યુટર બનાયા હોવાનો દાવો કર્યો છે. યુનિવર્સીટી ઓફ મિશગિન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ કોમ્પ્યુટર માત્ર ૦.૩ મિલીમીટર જાડું છે અને આ ચોખાના દાણા કરતા પણ નાનું છે. એક તબક્કે આ સૌથી […]

Trending Tech & Auto
smallest computer અમેરિકામાં બનાવવામાં આવ્યું ચોખાના દાણા કરતા પણ નાનું કોમ્પ્યુટર

વોશિંગ્ટન,

હાલમાં ૨૧ સદીના ટેકનોલોજી યુગમાં દીન-પ્રતિદિન અવનવા સંશોધન થતા હોય છે, ત્યારે અમેરિકાની યુનિવર્સીટી ઓફ મિશગિનના રિસર્ચમાં દુનિયાનું સૌથી નાનું કોમ્પ્યુટર બનાયા હોવાનો દાવો કર્યો છે.

યુનિવર્સીટી ઓફ મિશગિન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ કોમ્પ્યુટર માત્ર ૦.૩ મિલીમીટર જાડું છે અને આ ચોખાના દાણા કરતા પણ નાનું છે. એક તબક્કે આ સૌથી નાના કોમ્પ્યુટરના દાવા પર તમે વિશ્વાસ મૂકી શકો તેમ નથી, કારણ કે આ ડિવાઈસ  ચોખાના દાણા કરતા પણ નાનું છે.

https 2F2Fblueprint api production.s3.amazonaws.com2Fuploads2Fcard2Fimage2F7359482F5b5823e4 740c 41e2 9bac e0b97ae08116 અમેરિકામાં બનાવવામાં આવ્યું ચોખાના દાણા કરતા પણ નાનું કોમ્પ્યુટર

શિન્હુઆ ન્યુઝ એજન્સીના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ટ્રેડિશનલ કોમ્પ્યુટરથી અલગ આ માઈક્રોડિવાઈસ સ્વિચ થવાની સાથે જ ડેટા સ્ટોર કરી શકતી નથી, જયારે હાલના ટ્રેડિશનલ કોમ્પ્યુટર સ્વિચ ઓફ થવાની સાથે જ પોતાના પ્રોગ્રામ અને ડેટાને સેવ કરે છે.

https 2F2Fblueprint api production.s3.amazonaws.com2Fuploads2Fcard2Fimage2F7359572Fc6612093 2324 4670 b821 77489ff83741 અમેરિકામાં બનાવવામાં આવ્યું ચોખાના દાણા કરતા પણ નાનું કોમ્પ્યુટર

આ ટીમના હેડ અને કોમ્યુટર એન્ડ ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ડેવિડ બ્લોએ જણાવ્યું, “અમને ખબર નથી કે આ ડિવાઈસને કોમ્પ્યુટર કહેવું જોઈએ કે નહિ. આ લોકો પર નિર્ભર કરે છે કે તેઓ શું સમજે છે. પરંતુ આ ડિવાઈસને કોમ્પ્યુટરના રૂપમાં ઓછામાં ઓછા જેટલું કામ કરવું જોઈએ તે કરી શકાય છે”.

તેઓએ વધુમાં કહ્યું, “આ નવા માઈક્રો કોમ્યુટિંગ ડિવાઈસ મિશગિન માઈક્રો મોટમાં રેમ અને ફોટોવોલ્ટીક્સ ઉપરાંત પ્રોસેસર અને વાયરલેસ ટ્રાન્સમીટર તેમજ રિસીવર પણ આપવામાં આવ્યું છે. આ ડિવાઈસ વિજિબલ લાઈટના રૂપમાં ડેટા રિસીવ અને ટ્રાન્સમિટ કરે છે. આ ડિવાઈસનો બેસ સ્ટેશન પાવર અને પ્રોગ્રામિંગ માટે લાઈટ ઉપલબ્ધ કરાવે છે અને ડિવાઈસ ડેટા પણ રિસીવ કરે છે”.

ટેમ્પરેચર સેન્સર તરીકે ડિઝાઈન કરાયેલું આ ડિવાઈસ ટેમ્પરેચરને ટાઈમ ઇન્ટરવલમાં ઇલેક્ટ્રોનિક પ્લસના રૂપમાં કન્વર્ટ કરી ડે છે. જેથી આ કોમ્પ્યુટર સેલ ક્લસ્ટર જેવી નાની જગ્યાઓ પર પણ ટેમ્પરેચરની માહિતી મેળવી શકાય છે અને આમાં માત્ર ૦.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતા પણ ઓછું અંતર હોય છે.