Not Set/ કોમ્યુટરમાં મુકવામાં આવેલી મહત્વની ફાઈલ નથી મળતી, આ ટીપ્સને કરો ફોલો

નવી દિલ્હી આજના ૨૧મી સદીના ટેકનોલોજી યુગમાં કોમ્પ્યુટરનો ઉપયોગ દિન-પ્રતિદિન ખુબ જ વધી રહી છે. ટેકનોલોજીની મદદથી આડે ઘણું બધું કરી શકીએ છીએ. અમારો ઘણો ડેટા પણ ડીજીટલમાં ફોર્મમાં સ્ટોર કરી શકાય છે જેમાં અલગ-અલગ માધ્યમો પાર જોઈ શકાય છે. પરંતુ વ્યક્તિની ભાગદોડ ભરેલી જીંદગીમાં ક્યારેક એવું બનતું હોય છે કે, તમે પોતાના કોમ્પ્યુટરમાં ફાઈલ […]

Tech & Auto
Computer 02 કોમ્યુટરમાં મુકવામાં આવેલી મહત્વની ફાઈલ નથી મળતી, આ ટીપ્સને કરો ફોલો

નવી દિલ્હી

આજના ૨૧મી સદીના ટેકનોલોજી યુગમાં કોમ્પ્યુટરનો ઉપયોગ દિન-પ્રતિદિન ખુબ જ વધી રહી છે. ટેકનોલોજીની મદદથી આડે ઘણું બધું કરી શકીએ છીએ. અમારો ઘણો ડેટા પણ ડીજીટલમાં ફોર્મમાં સ્ટોર કરી શકાય છે જેમાં અલગ-અલગ માધ્યમો પાર જોઈ શકાય છે.

પરંતુ વ્યક્તિની ભાગદોડ ભરેલી જીંદગીમાં ક્યારેક એવું બનતું હોય છે કે, તમે પોતાના કોમ્પ્યુટરમાં ફાઈલ સેવ કરી છે, તે અંગે તમે ભૂલી જાવ છો કે, આ ફાઈલ કયા સ્ટોરેજમાં સેવ કરી છે.

ત્યારે આ પ્રકારની સમસ્યામાંથી બહાર આવવા માટે આ ટીપ્સ છે, જે તમારા માટે ખુબ ઉપયોગી બની શકે છે.

૧. હાલમાં જ સેવ કરેલી ફાઈલ :

આ ટીપ્સ તમને એ સમયે કામ આવી શકે છે જયારે તમે માઈક્રોસોફ્ટ વર્ડ અથવા તો એક્સેલની કોઈ ફાઇલ વિના કોઈ ફાઈલ પાથ આપ્યા વિના જ સેવ કરી દો છો.

ત્યારે આ સમયે ફાઈલ પાછી લેવા માટે એપ્લીકેશનમાં જાઓ અને સેવ કરેલી ફાઈલ જુઓ. ત્યારબાદ એમ એસ ઓફિસ સ્વીટમાં પણ આ સેવ કરેલી ફાઈલ જોઈ શકો છો.

૨. Windowsમાં ફાઈલના નામથી શોધવું

જયારે તમે ફાઈલ કોઈ બીજા દિવસે ફાઈલ કરી છે અને આ ફાઈલનું નામ તમને યાદ નથી તો વિન્ડોઝમાં start પર જઈને આ ફાઈલ પાછી મેળવી શકો છો.

 3. Extension Typeની મદદથી ફાઈલને શોધવું

આ ટીપ્સ દ્વારા તમે માત્ર Extension Typeની ફાઈલ શોધી શકો છો. ઉદાહરણ તરીકે જયારે તમારી ફાઈલ એમ એસ વર્ડમાં છે તો doc અથવા તો docના સર્ચબાર પર જઈને ટાઈપ કરો.

જો તમારી ફાઈલ એક્સેલ છે તો તમે “xls’ નો ઉપયોગ કરી શકો છો. આ જ પ્રમાણે mp3 અથવા તો mp4ના વીડિયો કે ઓડિયોની ફાઈલ તમે શોધી શકો છો.

૪. Cortanaની મદદથી ફાઈલને શોધવી

પોતાની ફાઈલ સર્ચ કરવા માટેનો સૌથી બેસ્ટ ઉપાય Cortana છે. આમ રીતે જયારે તમે ડોકયુમેન્ટ સર્ચ કરી રહ્યા હોય ત્યારે તમે આ ટીપ્સનો ઉપયોગ કરી શકો છો. આ  માટે તમે જયારે ટાસ્કબારમાં Cortana પર ક્લિક કરશો ત્યારે તમને તમારી હાલમાં કરવામાં એક્ટીવીટી‘Pick up where you left off’” હેઠળ જોવા મળશે.

અહિયાં તમે પોતાની હાલમાં જ સેવ કરેલી ફાઈલ પણ જોઈ શકો છો. આ ઉપરાંત તમે “Documents” પર ક્લિક કરીને “Search for”ના ઓપ્શન પર જઈને ફાઈલનું નામ નાખીને પણ તમે તમારી ફાઈલ શોધી શકો છો.