Not Set/ જાણો, તમારા ફોનની મેમરી કયા કારણોસર થઇ જાય છે ફુલ!

નવી દિલ્હી ભારત દુનિયાનો બીજા નંબર સૌથી વધુ ઇન્ટરનેટ યુઝર સંખ્યાવાળો દેશ છે. ભારતમાં 40 કરોડથી વધુ ઇન્ટરનેટ યૂઝર્સ, 30 કરોડ સ્માર્ટફોન યૂઝર છે. ભારતમાં દિવસેને દિવસે  સ્માર્ટફોન અને ઇન્ટરનેટના  યૂઝર્સ વધતા જાય છે મોબાઇલ વાપરનારા દરરોજ સવારે એટલા ગુડ મોર્નિંગ મેસેજ કરે છે કે દેશના 30% લોકોની ફોન મેમરી ફક્ત આ મેસેજ અને ફોટાના લીધે ફુલ થઇ જાય છે.  ગૂગલના દ્વારા સર્વે કરવામાં આવ્યો […]

Tech & Auto
GoogleOffice જાણો, તમારા ફોનની મેમરી કયા કારણોસર થઇ જાય છે ફુલ!

નવી દિલ્હી

ભારત દુનિયાનો બીજા નંબર સૌથી વધુ ઇન્ટરનેટ યુઝર સંખ્યાવાળો દેશ છે. ભારતમાં 40 કરોડથી વધુ ઇન્ટરનેટ યૂઝર્સ, 30 કરોડ સ્માર્ટફોન યૂઝર છે. ભારતમાં દિવસેને દિવસે  સ્માર્ટફોન અને ઇન્ટરનેટના  યૂઝર્સ વધતા જાય છે

મોબાઇલ વાપરનારા દરરોજ સવારે એટલા ગુડ મોર્નિંગ મેસેજ કરે છે કે દેશના 30% લોકોની ફોન મેમરી ફક્ત આ મેસેજ અને ફોટાના લીધે ફુલ થઇ જાય છે.

 ગૂગલના દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને તેના  એક રિપોર્ટમાં જોવા મળ્યું છે કે  વોટ્સઅપ, ફેસબુક અથવા અન્ય માધ્યમોથી મોકલવામાં આવતા ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ અથવા તહેવારોમાં શુભેચ્છા મેસેજ અને ફોટોનો ટ્રેંડ સતત વધી રહ્યો છે.

 પરિણામમાં જોવા મળ્યું કે ભારતમાં દર ત્રણમાંથી એક સ્માર્ટફોન યૂજરની મેમરી આ ગુડ મોર્નિંગ મેસેજથી ફુલ થઇ રહી છે. ગુડ મોર્નિંગ મેસેજ મોકલવાનું ચલણ અમેરિકામાં ભારત કરતાં ઓછું છે. ત્યાં ફક્ત 10% યૂજર્સ એવા છે, જેમની ફોન મેમરી આ મેસેજથી ભરેલી પડી છે.

રિપોર્ટ અનુસાર, ભારતમાં ગુડ મોર્નિંગ મેસેજ અને ફોટો મોકલવાનું ચલણ ગત પાંચ વર્ષમાં દસ ગણો વધારો થયો છે. સસ્તા ફોન અને અનલીમીટેડ ડેટા પેક્સે આ ટ્રેંડને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.