TEMPRATURE/ ગુજરાતના પાંચ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતા ત્રાહિમામ

લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ

Top Stories Gujarat
Beginners guide to 2024 05 18T213459.526 ગુજરાતના પાંચ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતા ત્રાહિમામ

Gujarat News : રાજયમાં કાળઝાળ ગરમી પડી રહી છે. કેટલાય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે. અતિશય ગરમીથી બચવા લોકો અગત્યના કામ સિવાય ઘરની બહાર નીકળતા નથી.. ગરમીનો પારો આજે 45 ડિગ્રીએ પહોંચ્યો છે. આમ ગરમીએ આજે રેકોર્ટ તોડ્યો છે.
ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં અને ભુજમાં 44 ડિગ્રી ઉપરાંત ડીસા અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજકોટમાં આ વખતે
રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. બીજીતરફ સુરેન્દ્રનગરમાં આજે સૌથી વધુ તાપમાન પણ નોંધ્યું. જેને પગલે સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર પાણીની પરબની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તે સિવાય અબોલ પશુઓ માટે પણ પાણી, ઘાસ જેવી વ્યવસ્થા ગોઠવણ કરવામાં આવી હતી. દરમિયાન સ્થાનિક પ્રશાસન તરફથી લોકોને ખાસ કરીને બપોરના સમયે જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી.
અસહ્ય ગરમીને કારણે હાલ હીટ સ્ટ્રોક, ડાયેરીયા, તાવ, બેભાન થવું, ગંભીર બીમારી ધરાવતા લોકોમાં બેચેની થવી વગેરે જેવા કેસોમાં પણ વધારો જોવા મળ્યો. જેને લઈને સિવિલના અધિક્ષકે માહિતી પણ આપી.. સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે જરૂરી ઉપાયો કરવા માટે અપીલ પણ કરી.
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવા અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં બાળકોમાં હ્રદય રોગ વધ્યો, ત્રણ વર્ષમાં બાળદર્દીઓમાં થયો વધારો

આ પણ વાંચો:રાજ્યમાં મદરેસાઓનો કરાશે સર્વે, સરકારી માન્યતા અને સંચાલન કર્તા જેવી મહત્વની બાબતોની થશે ચકાસણી

આ પણ વાંચો:હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો, દુષ્કર્મ પિડીત સગીરાને આપી ગર્ભપાતની મંજૂરી

આ પણ વાંચો:લગ્નપ્રસંગ નિમિત્તે આવેલ રકમ સદ્કાર્યમાં વાપરવામાં આવશે