Not Set/ આસામ અને મિઝોરમ વચ્ચે અથડામણ બાદ તંગદિલી, સીઆરપીએફની બે કંપનીઓ તૈનાત

સીઆરપીએફની બે કંપનીઓ આસામ અને મિઝોરમ વચ્ચે લૈલાપુર-વૈરંગ્ટે વિવાદિત સ્થળ પર તૈનાત કરી છે

India
crpf 1 આસામ અને મિઝોરમ વચ્ચે અથડામણ બાદ તંગદિલી, સીઆરપીએફની બે કંપનીઓ તૈનાત

આસામ અને મિઝોરમ વચ્ચે ખૂંખાર  સંઘર્ષ બાદ સ્થિતિ તણાવ ભરેલી છે . સોમવારની અથડામણમાં આસામ પોલીસના 6 જવાનો શહીદ થયા છે, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. મંગળવારે મુખ્યમંત્રી હિમાંતા બિસ્વા સરમાએ સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સરહદ અથડામણમાં ઘાયલ પોલીસ કર્મીઓને મળ્યા અને તેમને સારી સારવાર માટે નિર્દેશ આપ્યો. આ પછી મુખ્યમંત્રીએ સંઘર્ષમાં પોતાનો જીવ ગુમાવનારા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

આસામના મંત્રી પરિમલ સુકલાબૈધે જણાવ્યા અનુસાર મિઝોરમ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં લગભગ 80 લોકો ઘાયલ થયા છે. તેમણે વધુ  કહ્યું, ‘આ ફાયરિંગમાં આસામ પોલીસના 6 જવાન શહીદ થયા છે અને 80 જેટલા લોકો ઘાયલ થયા છે. અમારી તરફથી કોઈ ફાયરિંગ થયું ન હતું. જાલીઆંવાલા બાગમાં અંગ્રેજોએ કરેલા ફાયરિંગની જેમ મિઝોરમમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આસામ-મિઝોરમનો મુદ્દો આજે ચોમાસું સત્ર દરમિયાન સંસદમાં ઉઠાવવામાં આવશે. લોકસભામાં કોંગ્રેસના ઉપ-નેતા ગૌરવ ગોગોઇએ આસામ-મિઝોરમ સરહદ વિવાદની ચર્ચા કરવા એડજર્મેન્ટ મોશન નોટિસ આપી હતી. બીજી તરફ કોંગ્રેસે હિંસાના મૂલ્યાંકન માટે કાચર અને અન્ય વિસ્તારોની મુલાકાત માટે 7 સભ્યોની સમિતિની રચના કરી. આ સમિતિના પ્રમુખ અસમ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરા કરશે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે સીઆરપીએફની બે કંપનીઓ (આસામમાં 119 બટાલિયન અને મિઝોરમમાં 225 બટાલિયન) આસામ અને મિઝોરમ વચ્ચે લૈલાપુર-વૈરંગ્ટે વિવાદિત સ્થળ પર તૈનાત કરી છે. સીઆરપીએફના એડીજી સંજીવ રંજન ઓઝાએ જણાવ્યું હતું કે આ 2 અલગ અલગ બટાલિયનની સીઆરપીએફની બંને કંપનીઓ અસમ અને મિઝોરમના પોલીસ દળો સાથે પહેલાથી હાજર હતી પરંતુ તે તટસ્થ હતી. ઓઝાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, સીઆરપીએફને સાંજના 4 થી સાંજના 4:30 વાગ્યાની વચ્ચે પરિસ્થિતિને કાબૂમાં રાખવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

મિઝોરમના મુખ્ય પ્રધાન જોરમથંગા અને તેના પાડોશી આસામના સીએમ હિમાંતા બિસ્વા સરમા વચ્ચે શબ્દોનું યુદ્ધ શરૂ થયું. બંનેએ હિંસા માટે એકબીજાની પોલીસને દોષી ઠેરવી હતી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હસ્તક્ષેપ માંગી કરી હતી.