Accident/ કાનપુર દેહાતમાં ભયાનક રોડ અકસ્માત, 6 મજૂરોનાં મોત, ઘણા છે ઈજાગ્રસ્ત

ભોગનીપુર કોતવાલી વિસ્તારનાં મઉખાસ ગામ નજીક ઇટાવા રોડ ઉપર સોમવારે રાત્રે એક ટ્રક પલટી જતા 6 મજૂર અને બાળકોનાં મોત નીપજ્યાં હતાં….

India
Mantavya 12 કાનપુર દેહાતમાં ભયાનક રોડ અકસ્માત, 6 મજૂરોનાં મોત, ઘણા છે ઈજાગ્રસ્ત

ભોગનીપુર કોતવાલી વિસ્તારનાં મઉખાસ ગામ નજીક ઇટાવા રોડ ઉપર સોમવારે રાત્રે એક ટ્રક પલટી જતા 6 મજૂર અને બાળકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે પંદરથી વધુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ખૂબ ચીસોનો અવાજ આવ્યો હતો અને હાઈવે પર ટ્રાફિક ખોરવાયો હતો.

Accident / પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના ભાઈની કારને નડ્યો અકસ્માત, બાલ બાલ બચાવ

એક દુઃખદ સમાચાર કાનપુર દેહાતથી સામે આવ્યા છે, અહી એક દર્દનાક રોડ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બાતમી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા, સાથે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Suicide Case / આયેશા આત્મહત્યા કેસ : પતિ આરીફની રાજસ્થાનથી ધરપકડ, આજે અમદાવાદ લવાશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોડી રાત્રે કાનપુર દેહાત વિસ્તારનાં ભોગનીપુર કોતવાલી વિસ્તારમાં કોલસાથી ભરેલી ટ્રોલી વધુ ગતિનાં કારણે અનિયંત્રિત થઈ ગઈ હતી, જેના કારણે મજૂરોથી ફરેલી ટ્રોલી પલટી ખાઇ ગઇ હતી, જેની નીચે આ મજૂરો દબાઈ ગયા હતા અને 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત હાલમાં ગંભીર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ