Amroha Road Accident/ યુપીમા થયો ભયાનક માર્ગ અકસ્માત,લોક પ્રચલિત ‘સલમાન’ અને ‘શાહરૂખના’ થયા મોત

યુપીના અમરોહામાં ગઈકાલે રાત્રે રાજ્યના ધોરીમાર્ગ પર બે અનિયંત્રિત કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે છ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતક યુવક યુટ્યુબર હતો.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 10T144427.335 યુપીમા થયો ભયાનક માર્ગ અકસ્માત,લોક પ્રચલિત 'સલમાન' અને 'શાહરૂખના' થયા મોત

યુપીના અમરોહામાં ગઈકાલે રાત્રે રાજ્યના ધોરીમાર્ગ પર બે અનિયંત્રિત કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે છ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતક યુવક યુટ્યુબર હતો.

ઘટના બાદ સ્થળ પર એકઠા થયેલા લોકોએ ઘાયલોને ગજરૌલાના સીએચસીમાં દાખલ કર્યા હતા જ્યાં ડોક્ટરે ચારેય યુવકોને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માત ગજરૌલા-સંભાલ સ્ટેટ હાઈવે પર આવેલા મનોટા ગામ પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હસનપુરથી બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરીને પોતાના ઘરે જઈ રહેલા ચાર યુટ્યુબર્સ અર્ટિગા કારમાં જઈ રહ્યા હતા અને સામેથી આવતી બોલેરો કાર સાથે તેમની સીધી ટક્કર થઈ, જેમાં ચારેય યુવકોના મોત થયા.

કારમાં મુસાફરી કરી રહેલા ચાર યુટ્યુબર લકી ચૌધરી, સલમાન, શાહરૂખ અને શાહનવાઝનું અકસ્માતમાં મોત થયું હતું. ચાર મિત્રો ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના હસનપુરથી ગજરૌલામાં તેમના મિત્રની બર્થડે પાર્ટીની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા, પરંતુ કોતવાલી હસનપુરની મનોતા ચોકી હેઠળના વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો.

ઘટના બાદ મૃતક યુવકના પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે અને હાલત ખરાબ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ચાર યુવકો રાઉન્ડ 2 વર્લ્ડ નામની યુટ્યુબ ચેનલ પર કોમેડી વીડિયો બનાવતા હતા.

આ ઘટના અંગે હસનપુર સર્કલના સીઓ પંત કુમારે જણાવ્યું કે, એક અર્ટિગા વાહન મનોટા કલ્વર્ટ પરથી પસાર થઈ રહ્યું હતું અને તે દરમિયાન તેની સામેથી આવતી બોલેરો સાથે અથડાઈ હતી, જેમાં અર્ટિગામાં મુસાફરી કરી રહેલા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અંગે ડો.અજીત કુમારે જણાવ્યું હતું કે રોડ અકસ્માત બાદ ચાર બાળકો આવ્યા હતા. ચારેય મૃત્યુ પામ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રેમીની ગરદન કાપીને તેને મંદિરમાં અર્પણ કરી દીધો

આ પણ વાંચો: રાજસ્થાન સરકારની ખેડૂતોના કિસાન સમ્માન નિધિમાં બે હજાર રૂપિયાના વધારાની જાહેરાત

આ પણ વાંચો:  CM યોગી આદિત્યનાથની બેઠકમાંન આવ્યા બંને ડેપ્યુટી સીએમ, લખનઉમાં થઇ હતી મહત્વની