Not Set/ ભયંકર વીજળી પડતાં ઝારખંડમાં એક જ ગામનાં 8 લોકોનાં મોત, અનેક ગંભીર

“જે પોષતું એ મારતું આ ક્રમ દિશે કુદરત” બસ ઝારખંડનાં એક નાનકડા ગામ મામલે આ કહાવત બિલકુલ સાચી ઠરી છે.  ઝારખંડના ગઢવા જિલ્લાના લોહરપુર ગામમાં ગુરૂવારે લગભગ એક વાગ્યે વિજળી પડવાથી એક જ ગામનાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલું ખુટતું હોય તેમ વીજળીનાં કારમે ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. વીજળીનાં કહેરની પ્રાથમિક […]

Top Stories India
rain 2 ભયંકર વીજળી પડતાં ઝારખંડમાં એક જ ગામનાં 8 લોકોનાં મોત, અનેક ગંભીર
“જે પોષતું એ મારતું આ ક્રમ દિશે કુદરત” બસ ઝારખંડનાં એક નાનકડા ગામ મામલે આ કહાવત બિલકુલ સાચી ઠરી છે.  ઝારખંડના ગઢવા જિલ્લાના લોહરપુર ગામમાં ગુરૂવારે લગભગ એક વાગ્યે વિજળી પડવાથી એક જ ગામનાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલું ખુટતું હોય તેમ વીજળીનાં કારમે ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.
વીજળીનાં કહેરની પ્રાથમિક માહિતી મળતા જ સ્થાનીક તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જાણવામાં આવી રહ્યું છે કે, ઘટનાસ્થળે જ છ લોકોનાં મોત થઇ ગયા હતા અને બે અન્યનાં મોત હોસ્પિટલ પહોંચ્યા બાદ થયા હતા.

Thunderstorms ભયંકર વીજળી પડતાં ઝારખંડમાં એક જ ગામનાં 8 લોકોનાં મોત, અનેક ગંભીર

નાનકડા ગામમાં એક સાથે 8 -8 લોકોનાં મોતથી સમગ્ર ગામ અને વિસ્તારમાં માતમ છવાઇ ગયો  હતો. ઘટનાગ્રસ્ત ગામ ઝારખંડનાં  મુખ્ય મથક રાંચીથી આશરે 25 કિમી દૂર આવેલું છે. આ ઘટના ત્યારે બની જ્યારે ભારે વરસાદથી બચવા તમામ લોકો  એક વિશાળ વૃક્ષ નીચે બેઠા હતા. આ દરમિયાન વૃક્ષ પર વીજળી પડી હતી.  આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયાની પુષ્ટી કરવામાં આવી છે.  અને 4 અન્ય લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાનું સામે આવી રહ્યું છે.

ઝારખંડનાં મુખ્યમંત્રી રઘુવર દાસે ગઢવામાં થયેલ વીજળીની ઘટનાથી 8 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની મદદની જાહેરાત પણ કરી છે.  આપને જણાવી દઇએ કે, બુધવારે પણ ગઢવા થાના ક્ષેત્રમાં અકલવાણી ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ સીવાય બે અન્ય બબલૂ રામ તતા રામલાલ ભુઇયા ગંભીર રૂપે ઘાયલ થયા હતાં. ત્રણે લોકો પોતાના ખેતર જઇને પરત આવી રહ્યા હચાય આ દરમિયાન ઝડપી વરસાદ શરૂ થઇ ગયો. ત્રણે લોકો કંઇ સમજતા તે દરમિયાન જ વીજળી પડી અને તે ઘટનાસ્થળે જ નગીના દાસનું મોત થઇ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.