Ahmedabad/ શહેરમાં સાઇલેન્સર ચોરી કરતી ગેંગનો આતંક

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં સાઇલેન્સરની ચોરી કરતી સક્રિય ગેંગનો એક આરોપી ઝડપાયો છે. જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો છે…

Ahmedabad Gujarat
Makar 42 શહેરમાં સાઇલેન્સર ચોરી કરતી ગેંગનો આતંક

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં સાઇલેન્સરની ચોરી કરતી સક્રિય ગેંગનો એક આરોપી ઝડપાયો છે. જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો છે. સરખેજ પોલીસે હરિયાણાનાં એક આરોપીની ધરપકડ કરી. આરોપીઓએ રામોલ, નિકોલ, નરોડા, સરખેજ અને અસલાલીમાં આવેલા ગાડીઓનાં ગોડાઉનમાંથી ઇકો કારનાં 70 થી વધુ સાઇલેન્સર ચોરી કર્યા છે.

Makar 44 શહેરમાં સાઇલેન્સર ચોરી કરતી ગેંગનો આતંક

દ્રશ્યોમાં દેખાતો આ શખ્સ મોહમદ જુનેદ છે. જે મૂળ હરિયાણાનો રહેવાસી છે અને તેની સરખેજ પોલીસે રાજસ્થાનથી એક ટ્રક સાથે ધરપકડ કરી છે. આરોપી તેના એક સાગરીત સાથે મળીને અમદાવાદનાં પૂર્વ પશ્ચિમ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રક અને એક કાર લઈને ચોરી કરવા નીકળતા. જ્યા જ્યા ઇકો કાર મોટી સંખ્યામાં હોય ત્યા પોતાની ટ્રક ઉભી કરી આડશ રાખી તે ગોડાઉનમાં ઘુસી કલાકો સુધીમાં 20 થી વધુ ઇકો કારનાં સાઇલેન્સર ચોરી કરી લેતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે જે હરિયાણાનો તેનો અન્ય મિત્ર તેની સાથે ચોરી કરવા આવતો હતો. આરોપીઓએ રામોલ, નિકોલ, નરોડા, સરખેજ અને અસલાલીમાં આવેલા ગાડીઓનાં ગોડાઉનમાંથી ઇકો કારનાં 70 થી વધુ સાઇલેન્સર ચોરી કર્યા છે.

Makar 43 શહેરમાં સાઇલેન્સર ચોરી કરતી ગેંગનો આતંક

પકડાયેલો આરોપી ટ્રક લઈને નીકળતો અને રેનો સાગરીત સીસીટીવીમાં ઝડપાયેલી આ કાર લઈને જતો હતો. જેથી કોઈને શંકા ન જાય. બાદમાં ગોડાઉનમાં ઘુસી મધરાત્રે સિક્યોરિટી ગાર્ડ હોવા છતાંય ચોરીને અંજામ આપતા. અને ટ્રકમાં આ ચોરીનાં સાઇલેન્સર ભરી ફરાર થઈ જતા. જો કે આરોપીઓએ આ સાઇલેન્સર કોને વેચ્યા અને તેમાંથી નીકળતી કિંમતી વસ્તુ કાઢીને કોને વેચી તે બાબતે પોલીસને સફળતા મળી નથી. જો કે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ આ તમામ સવાલોનાં જવાબ પોલીસ મેળવી શકે તેવું લાગી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો