ahmedavad/ ચોરોનો આતંક, ત્રણ જુદી જુદી ઘટનામાં લાખો રૂપિયાની કરાઈ ચોરી

અમદવાદમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત બાદ પણ ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, અને શહેરમાં ચોરો બેફામ બની ગયા હોય તે દેખાઈ રહ્યું છે, ત્યારે હવે આમાં વધુ ૩ ઘટનાઓનો વધારો થયો છે.

Ahmedabad Gujarat
a 84 ચોરોનો આતંક, ત્રણ જુદી જુદી ઘટનામાં લાખો રૂપિયાની કરાઈ ચોરી

અમદવાદમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત બાદ પણ ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, અને શહેરમાં ચોરો બેફામ બની ગયા હોય તે દેખાઈ રહ્યું છે, ત્યારે હવે આમાં વધુ ૩ ઘટનાઓનો વધારો થયો છે.

અમદાવાદમાં ચોરોએ ચોરીની ત્રણ જુદી જુદી ઘટનાઓને અંજામ આપ્યો છે અને તેઓ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. આ ત્રણ ચોરી ઘટના શહેરના વાડજ, વેજલપુર અને થલતેજ વિસ્તારમાં બની છે. અમદાવાદના વેજલપુરમાં અજાણ્યા ઇસમોએ ATM તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

બીજી તરફ અમદાવાદના થલતેજ ગુરુદ્વારા પાસે કારનાં શોરૂમમાંથી કારની ચોરી કરાઈ છે અને ચોરો 12.25 લાખની કિંમતની હોન્ડા સીટી કારની ચોરી કરી સફારી ગાડીમા આવેલા શખ્સો ફરાર થઇ ગયા છે. આ ઉપરાંત અમદાવાદના વાડજમાં 70 કિલો સળિયાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં વાડજમાં મેટ્રોના કામ માટે વપરાતા સળીયાની ચોરી કરાઈ છે અને રીક્ષામાં આવેલા બે મહિલા અને એક પુરુષે 3500ની કિંમતનાં 70 કિલો સળીયા લઇને ફરાર થયા છે.