જમ્મુ કાશ્મીર/ પુલવામામાં ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સુરક્ષાદળો પર આતંકી હુમલો, ASI શહીદ

રવિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટીમ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં CRPFનો એક જવાન શહીદ થયા છે.

Top Stories India
હુમલો

રવિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટીમ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં CRPFનો એક જવાન શહીદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ અને CRPFના જવાનો બ્લોક પર ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળોની ટીમ પર હુમલો કર્યો હતો. ઘટના ગોંગુ ક્રોસિંગ વિસ્તારની જણાવવામાં આવી રહી છે.

આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ મોરચો સંભાળી લીધો છે અને આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ રવિવારે બપોરે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગોંગુ ક્રોસિંગ પાસેના સર્કુલર રોડ પર ચેકિંગમાં રોકાયેલી હતી. આ દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં CRPFના ASI શહીદ થયા હતા.

હુમલો

જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આતંકવાદીઓએ ક્રોસિંગ નજીક સ્થિત સફરજનના બગીચામાંથી ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન CRPFના ASI વિનોદ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જણાવવામાં આવ્યું હતું કે ઘાયલ વિનોદ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ઈન્ડિગો બાદ દુર્ઘટનાનો શિકાર બનતા બચ્યું એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન

આ પણ વાંચો:દ્રોપદી મૂર્મુ આજે એક દિવસ ગુજરાતના પ્રવાસે : વિપક્ષના આદીવાસી ધારાસભ્યો પાસે સમર્થનની અપીલ

આ પણ વાંચો:કોરોના રસીકરણ મામલે ભારતે રચ્યો નવો ઈતિહાસ, રસીના ડોઝનો આંકડો 200 કરોડને પાર