Not Set/ દેશમાં કોરોનાનો કહેર, દિલ્હીમાં વધુ 4 હોસ્પિટલ ઓમિક્રોન ડેડીકેટેડ સેન્ટરમાં ફેરવાઈ

માત્ર દિલ્હી સરકારની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ જ ઓમિક્રોનનું સમર્પિત કેન્દ્ર હતું. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગે આ અંગે આદેશ જારી કર્યો છે.

India
હોસ્પિટલ

દિલ્હી સરકારે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન માટે 4 મોટી ખાનગી હોસ્પિટલોને સમર્પિત કેન્દ્રો પણ બનાવ્યા છે. તેમાં સર ગંગારામ હોસ્પિટલ, મેક્સ સાકેત, ફોર્ટિસ વસંત કુંજ અને બત્રા હોસ્પિટલ તુગલકાબાદનો સમાવેશ થાય છે. હવે આ હોસ્પિટલોમાં પણ ઓમિક્રોનની સારવાર થઈ શકશે. આ સાથે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઓમિક્રોન માટે સમર્પિત હોસ્પિટલોની સંખ્યા હવે વધીને પાંચ થઈ ગઈ છે.

આ પણ વાંચો : મુંબઈની એક સ્કૂલમાં 16 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, વહીવટીતંત્રમાં મચ્યો ખળભળાટ

અગાઉ, માત્ર દિલ્હી સરકારની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ જ ઓમિક્રોનનું સમર્પિત કેન્દ્ર હતું. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગે આ અંગે આદેશ જારી કર્યો છે.

જણાવી દઈએ કે શુક્રવારે (ગઈકાલે, 17 ડિસેમ્બર) દિલ્હીમાં ઓમિક્રોન વેરિયન્ટના 10 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ‘ઓમિક્રોન’ના કુલ કેસ વધીને 20 થઈ ગયા છે. જેમાંથી 10 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા 40 સેમ્પલમાંથી 10 સેમ્પલ ‘ઓમિક્રોન’ ફોર્મેટની પુષ્ટિ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો :દેશમાં કોરોના વાયરસનાં Active દર્દીઓની સંખ્યા ઘટીને થઇ 84,545

અત્યાર સુધીમાં, દેશભરના 11 રાજ્યોમાં ઓમિક્રોનના 100 થી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 19 જિલ્લાઓને વિશેષ તકેદારી અને સાવચેતી રાખવાની સલાહ આપી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે આ વેરિયન્ટ અત્યાર સુધીમાં 77 દેશોમાં ફેલાઈ ગયું છે અને અન્ય કોઈપણ સ્ટ્રેનની તુલનામાં વધુ ઝડપી છે. ગુરુવારના રોજ યુકેમાં કોરોના વાયરસના 88,376 કેસ નોંધાયા હતા જ્યારે યુએસના 36 રાજ્યોમાં ઓમીક્રોનના કેસ નોંધાયા છે. આપણા દેશમાં પણ તેના કેસો દરરોજ વધી રહ્યા છે.

આ પણ વાંચો : UP માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે SP નેતાઓનાં ઘર અને ઓફિસ પર IT નાં દરોડા

વિશ્વભરના વૈજ્ઞાનિકો ઓમિક્રોનના વલણને હાલ સમજવા લાગ્યા છે. અત્યાર સુધીની માહિતી એવું જણાવે છે કે, કોરોના વાયરસનું આ વેરિએન્ટ અગાઉના વેરિએન્ટ કરતા વધુ ચેપી છે પણ ગંભીર ઓછું છે. જો લક્ષણોની વાત કરીએ તો પહેલાના કોરોનાના લક્ષણો કરતા આ વેરિએન્ટના લક્ષણો એકદમ હળવા બની જાય છે. જો કે, અત્યાર સુધી જોવા મળતા ઓમિક્રોનના દર્દીઓમાં એક સામાન્ય લક્ષણ છે તે છે ગળામાં દુ:ખાવો.

નિષ્ણાતે જણાવ્યું કે, “અમે હાલ ઓમિક્રોન સંક્રમણની તીવ્રતા વિશે વધુ જાણતા નથી. મને લાગે છે કે, વેક્સીન આપવામાં આવેલા અને અગાઉના ચેપગ્રસ્ત લોકોમાં તેના હળવા લક્ષણો જોઈ શકાય. જોકે, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર તેની અગાઉના વેરિએન્ટ્સ જેવી જ અસર થઈ શકે છે. તેથી હોસ્પિટલે આયોજનની દ્રષ્ટિએ વધુ ખરાબ પરિસ્થિતિ સામે લડવા માટે પણ તૈયાર રહેવું પડશે.”

આ પણ વાંચો :રીક્ષા પર કન્ટેનર પલટી જતા ચાર લોકોનાં કરૂણ મોત

આ પણ વાંચો :UK ની જેમ રહી ઝડપ તો ભારતમાં રોજ Corona નાં આવશે અંદાજે 15 લાખ કેસ