એન્કાઉન્ટર/ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર,સર્ચ આેપરેશન ચાલુ

સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પ્રવેશના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

Top Stories India
india 5 કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર,સર્ચ આેપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પ્રવેશના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે સુરક્ષા દળોને કુલગામના એક વિસ્તારમાં આતંકવાદીઓની ઉપસ્થિતિની માહિતી મળી હતી. આ પછી મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને સેનાના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સૈન્ય અધિકારીઓએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા કહ્યું પરંતુ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. અત્યાર સુધી તેની ઓળખ થઈ નથી.

ઉલ્લેકનીય છે કે આતંકવાદીઓએ તેમની રણનીતિમાં ફેરફાર કર્યો છે હવે તેઓ નાગરિકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે જેના લીધે સરકાર એકશનમાં આવી ગઇ છે અને વધારાની બટાલિયન ખાણીમાં ઉતારી દીધી છે. હવે કેન્દ્ર સરકારનો એક જ ટાર્ગેટ છે કે આતંકવાદનો ખાત્મો બોલાવો. સરકાર આ એજન્ડા પર પુરી રીતે કામ કરી રહી છે.