ગુજરાત/ રાજકોટમાં કોરોના કેસ વધતાં પાંચ સ્થળે ટેસ્ટીંગ બૂથ ફરી શરૂ કરાયા

બીજી તરફ શહેરમાં 70 ધન્વતરી રથ શરૂ કરવા માટે રાજ્ય સરકાર પાસે મહાપાલિકા દ્વારા મંજૂરી માંગવામાં આવી છે.

Gujarat Rajkot
Untitled 1 1 રાજકોટમાં કોરોના કેસ વધતાં પાંચ સ્થળે ટેસ્ટીંગ બૂથ ફરી શરૂ કરાયા

રાજયમાં  કોરોના  કેસમાં  સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે   રંગીલા  રાજકોટ  શહેરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે મહાપાલિકા દ્વારા આગામી શુક્રવારથી અલગ-અલગ 5 સ્થળેઓ કોરોના ટેસ્ટીંગ બૂથ શરૂ  કરવામાં  આવ્યા છે.આ તમામ ટેસ્ટિંગ બુથ પર સવારે 9થી સાંજે 5 સુધી વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા આઠ દિવસથી કેસ વધી રહ્યા છે છતાં ટેસ્ટિંગ પ્રમાણમાં નહિવત જોવા મળે છે..બે ડોઝ લીધા હોય પછી ટેસ્ટ ન હોય હજુ તેવી માનસિકતા જોવા મળી રહી છે પણ ફરી કેસ આવવા લાગ્યા જેમાં મોટા ભાગના લોકોએ ડબલ ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે

આ  પણ વાંચો:કોરોના / NCPના સાંસદ સુપ્રિયા સુલે કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રો પર કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. જરૂર જણાય તો મહાપાલિકા દ્વારા આરટીપીસીઆર રિપોર્ટ પણ નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. હવે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે ફરી ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં  આવ્યા  છે . હાલ મહાપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે 5 સ્થળે ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કે.કે.વી. ચોક, લીમડા ચોક, આકાશવાણી ચોક, રૈયા ચોકડી અને મવડી ચોકડી ઉપર ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવ્યા છે

આ પણ   વાંચો:જરાત / બગોદરા રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેકને રૂ. 4 લાખની સહાય અપાશે

બીજી તરફ શહેરમાં 70 ધન્વતરી રથ શરૂ કરવા માટે રાજ્ય સરકાર પાસે મહાપાલિકા દ્વારા મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ ફરી શહેરમાં ધન્વતરી રથ પણ દોડતા થઇ જશે. કોરોનાની ત્રીજ લહેરનો જાણે આરંભ થઇ ગયો હોય તે રીતે શહેરમાં દિનપ્રતિદિન સતત ઉછાળો નોંધાઇ રહ્યો છે. તકેદારી ભાગરૂપે મહાપાલિકા દ્વારા ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવશે.