Not Set/ થાઇલેન્ડ: ગુફામાં ફસાયેલા બાળકોને બચાવતી વખતે પૂર્વ નેવી સીલ કમાંડોનું મોત

થાઇલેન્ડની સૌથી મોટી ગુફાઓમાંની એક ગુફામાં 23 જુનથી ફૂટબોલ ટીમના 12 બાળક ખેલાડીઓ અને એમના કોચફસાયેલા હતા. ધુઆંધાર વરસાદના કારણે દર કલાકે ગુફામાં આવતા પાણીમાં વધારો થઇ રહ્યો હતો. 9 દિવસ સુધી એમનો કોઈ પતો નહતો. સ્થાનિક પ્રશાસનની આશા તૂટી રહી હતી. ત્યારે બે મરજીવાઓએ  દુનિયાને એક ખુશખબર આપી. ખબર એ હતી કે બધા બાળકો અને એમના કોચ સુરક્ષિત મળી ગયા છે. હાલ બાળકોને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું છે પરંતુ આ ઓપરેશન દરમિયાન […]

Top Stories World Trending
thailand cave rescue thai navy seal divers in the cave થાઇલેન્ડ: ગુફામાં ફસાયેલા બાળકોને બચાવતી વખતે પૂર્વ નેવી સીલ કમાંડોનું મોત

થાઇલેન્ડની સૌથી મોટી ગુફાઓમાંની એક ગુફામાં 23 જુનથી ફૂટબોલ ટીમના 12 બાળક ખેલાડીઓ અને એમના કોચફસાયેલા હતા. ધુઆંધાર વરસાદના કારણે દર કલાકે ગુફામાં આવતા પાણીમાં વધારો થઇ રહ્યો હતો. 9 દિવસ સુધી એમનો કોઈ પતો નહતો. સ્થાનિક પ્રશાસનની આશા તૂટી રહી હતી. ત્યારે બે મરજીવાઓએ  દુનિયાને એક ખુશખબર આપી. ખબર એ હતી કે બધા બાળકો અને એમના કોચ સુરક્ષિત મળી ગયા છે.

હાલ બાળકોને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું છે પરંતુ આ ઓપરેશન દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી જેમાં બાળકોને બચાવતા સમયે એક નેવી સીલના જવાનનું મોત થઇ ગયું. મહત્વનું છે કે હજુ પણ રાહત બચાવ કાર્ય ચાલુ છે. હાલ હવામાન અધિકારીઓ ચેતવણી આપી છે કે 2 અઠવાડિયા સુધી ભારે વરસાદ થઇ શકે છે.

AP18183467947279 e1530548629983 થાઇલેન્ડ: ગુફામાં ફસાયેલા બાળકોને બચાવતી વખતે પૂર્વ નેવી સીલ કમાંડોનું મોત

શુક્રવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, થાઇલેન્ડની ગુફામાં ફાસાયેલા બાળકો અને તેમના કોચને બહાર કાઢવા માટે થતાં રાહત કાર્ય કરતી વખતે ઓક્સિજન ઓછું થવાને કારણે પૂર્વ મિલિટ્રી ડ્રાઇવરનું મોત થયું છે. થાઈ સીલના કમાન્ડર અપાકોર્ન યૂકોંગકાવે કહ્યું કે, પાછા ફરતી વખતે પૂર્વ નેવી સીલ બેભાન થઇ ગયો હતો તે સમયે તેમને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી પરંતુ તેમને બચાવી ના શક્યા.

 

ગવર્નરે કહ્યું કે, આ દુખના સમાચાર છે, જે પૂર્વ અધિકારી પોતાની ઇચ્છાથી આ બચાવ કાર્યમાં જોડાયા હતાં. જેમનું રાતે બે વાગ્યે મૃત્યું થયું છે.

તેમની મોતથી આ બચાવ કાર્યમાં કેટલું જોખમ રહેલું છે તે દેખાઇ રહ્યું છે. આના કારણે આ બચાવકાર્યમાં બધા બાળકો અને તેમના કોચ સુરક્ષિત બહાર નીકળશે કે નહીં તેની પર પણ ઘણાં સવાલો ઉભા થઇ રહ્યાં છે.