નશાનો વેપાર/ થાણે પોલીસે ૪૩ લાખના નશીલા પ્રદાર્થ સાથે ત્રણ ઇસમોની કરી ધરપકડ

થાણે નાર્કોટિક્સ સેલ પોલીસે નશીલા પદાર્થો, ગંજા અને ચરસની તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરાયેલા એરિકેક બાનેત કિલીન, સુમેધ નગર અને પ્રવિણ વિશંભર પાસેથી 43 લાખ રૂપિયાનો 1894 ગ્રામ ચરસ અને 308 ગ્રામ ગાંજા કબજે કરી છે. ત્રણેયને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. નાર્કોટિક્સ સેલ પોલીસને […]

India
charas e1537949978695 થાણે પોલીસે ૪૩ લાખના નશીલા પ્રદાર્થ સાથે ત્રણ ઇસમોની કરી ધરપકડ

થાણે નાર્કોટિક્સ સેલ પોલીસે નશીલા પદાર્થો, ગંજા અને ચરસની તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરાયેલા એરિકેક બાનેત કિલીન, સુમેધ નગર અને પ્રવિણ વિશંભર પાસેથી 43 લાખ રૂપિયાનો 1894 ગ્રામ ચરસ અને 308 ગ્રામ ગાંજા કબજે કરી છે. ત્રણેયને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

નાર્કોટિક્સ સેલ પોલીસને નશીલા પદાર્થો વેચતી ગેંગના શહેરમાં આગમનના સમાચાર મળ્યા હતા. પોલીસે કલ્યાણ શીલ રોડ ઉપર દેસાઈ નાકા પાસે છટકું ગોઠવ્યું હતું.

 

પોલીસે ત્યાં આવેલા ત્રણેય ગુનેગારોને પકડી પાડ્યા હતા અને તલાશી લેતા તેમની પાસેથી ચરસ અને ગાંજા કબજે કરવામાં આવ્યા હતા. પોલીસને આશંકા છે કે પકડાયેલા લોકોના વધુ સાથીઓ પણ હોઈ શકે છે. ગેંગ સાથે જોડાયેલા વધુ લોકોની પોલીસ શોધખોળ કરી રહી છે. એપીએસઆઇ દિલીપ તડવીએ ત્રણેય વિરુદ્ધ શીલ ડાયાગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.