Not Set/ ‘પતિ-પત્ની ઔર વો’ મહિલાએ પતિ અને સસરા વિરુદ્વ નોંધાવી પોલીસ ફરિયાદ

થરાદ, થરાદ તાલુકાના થરા ગામે એક પરણિતાએ પોતાના પતિ અને સસરા વિરદ્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીનો આક્ષેપ છે કે પતિએ તેના જાણ બહાર બીજી એક યુવતી સાથે લગ્ન કરી લીધા છે. થરાદ તાલુકાના થરા ગામની યુવતીના લગ્ન 2016 માં તાલુકાના લુવાણા (કળશ) ગામે રહેતા જવાનજી કમાજી પ્રજાપતિ સાથે થયા હતા. પતિ પત્નીનો ઘર […]

Top Stories Gujarat Others Videos
hqdefault ‘પતિ-પત્ની ઔર વો’ મહિલાએ પતિ અને સસરા વિરુદ્વ નોંધાવી પોલીસ ફરિયાદ

થરાદ,

થરાદ તાલુકાના થરા ગામે એક પરણિતાએ પોતાના પતિ અને સસરા વિરદ્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીનો આક્ષેપ છે કે પતિએ તેના જાણ બહાર બીજી એક યુવતી સાથે લગ્ન કરી લીધા છે.

થરાદ તાલુકાના થરા ગામની યુવતીના લગ્ન 2016 માં તાલુકાના લુવાણા (કળશ) ગામે રહેતા જવાનજી કમાજી પ્રજાપતિ સાથે થયા હતા. પતિ પત્નીનો ઘર સંસાર સારો ચાલતો હતો પરંતુ મહિલાનો પતિ જવાનજી કોઈની ચડામણીએ ચડી પત્નીને અસહ્ય માર મારતો અને શારીરિક માનસિક ત્રાસ આપી મેણા ટોણા મારી મહિલાને તેના પિયર થરા ખાતે મૂકી દેવામાં આવી હતી. પરંતુ સમાજના માણસો વચ્ચે રહી  હવે પછી આવું નહિ બને તેમ કહી યુવતીને સાસરે મુકવામાં આવી હતી. પરંતુ બે માસ પહેલાં  પતિએ પોતાની પત્નીને ગળામાં પહેરેલાં સોના ચાંદીના ઘરેણાં ઉતરાવી લઇ લીધેલ અને પહેરેલાં કપડે પત્નીને પિયર મુકવા ગયેલ અને કહ્યું કે હવે પછી મારા ઘરે ન આવતી નહીતો તારા નાક કાન કાપી નાખીશ અને કેરોસીન છાંટી જીવતી સળગાવી મુકીશ તું મને ગમતી નથી તેમજ મારે બીજી પત્ની લાવવી છે તેવી ધમકીઓ આપી અવાર નવાર દહેજ પેટે મોટી રકમની માંગણીઓ કરવામાં આવતી.

આ સાથે પરણિતાએ તેના પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાવી ફરિયાદ કરી છે. આ અગાઉ પણ પરણિતાએ ફરિયાદ કરી હતી પણ સમાજના અગ્રણીઓએ બને પક્ષકારોને સમજાવીને મામલો ઠાલે પાડ્યો હતો પરંતુ હાલ પતિએ પત્નીની જાણ બહાર બીજે લગ્ન કરી લેતા યુવતીએ પતિ અને સસરા સામે ગુનો નોંધી ન્યાયની માંગણી કરી હતી.