Video/ બોટાદથી ઢસા સુધીનો 45 કિમી રોડ બિસ્માર, વાહન ચાલકોમાં અકસ્માતનો સતાવી રહ્યો છે ભય

બોટાદથી ઢસા સુધીનો 45 કિલોમીટરનો રોડ ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

Videos
બોટાદથી ઢસા

બોટાદ જિલ્લામાં રોડ રસ્તાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેર સહિત જિલ્લાના રોડ રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે. જેમાં બોટાદથી ઢસા સુધીનો 45 કિલોમીટરનો રોડ ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તેમજ વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે. તો તંત્ર તાત્કાલિક ધોરણે રોડનું રીપેરીંગ કરાવે અથવા નવો રોડ બનાવે તેવી માંગ વાહનો ચલાકોએ કરી છે.

બોટાદને જિલ્લો બનાવી દીધો પરંતુ પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે બોટાદ બોટાદ શહેર સહિત જિલ્લાના રોડ રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે જેમાં વાત કરીએ બોટાદથી ઢસા સુધીનો 45 કિલોમીટર નો રોડ ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.  બોટાદથી ઢસા સુધીનો રોડ ફોર મસમોટા ખાડા પડી ગયા છે જેને લઇ વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ રોડ પર તાત્કાલિક સમાર કામ અથવા રોડ નવો બનાવવાની વાહન ચાલકો ની તંત્ર પાસે માંગ છે. આ રસ્તાની વચ્ચોવચ મસમોટા ખાડા પડવાને કારણે વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ બાઈક ચાલકોને પણ બિસમાર રસ્તાને કારણે બાઇકને નુકશાન થાય છે તેમજ કમરમાં દુખાવો થઈ જાય છે અન્ય નાનામોટા અકસ્માત પણ સર્જાય છે છેલા ઘણા સમયથી આ રસ્તાની હાલત બિસમાર છે ત્યારે વાહન ચાલકો  પરેશાન થઈ રહ્યા છે.

આ પણ વાંચો:ઈમરાન ખાનની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ, જાણો કેમ નોંધાઈ છે FIR