યમન/ આ દેશની અભિનેત્રીને અશ્લિલ હરકતો કરવા બદલ મળી 5 વર્ષની સજા

યમનની 20 વર્ષીય ઇન્તિસાર-અલ-હમ્માદીને અશ્લીલતા માટે બળવાખોરો દ્વારા પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, તેની સાથે અન્ય ત્રણ મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

World
યમનમાં અભિનેત્રીની અશ્લીલ હરકતો

યમનની 20 વર્ષીય ઇન્તિસાર-અલ-હમ્માદીને અશ્લીલતા માટે બળવાખોરો દ્વારા પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, તેની સાથે અન્ય ત્રણ મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ઇન્તિસારે આરોપ મૂક્યો છે કે ફેબ્રુઆરીમાં તેની અટકાયત બાદ, તેણીનું શાબ્દિક અને શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું, તેમજ તેણીને આંખે પાટા બાંધીને સહી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ વોચે કહ્યું કે આ મામલામાં ઘણી ગેરરીતિ થઈ છે.

યમનમાં અભિનેત્રીની અશ્લીલ હરકતો

આ પણ વાંચો – કરતારપુર સાહિબ / પાકિસ્તાનની ભારતને અપીલ, કરતારપુર કોરિડોર તીર્થયાત્રીઓ માટે ફરીથી ખોલવામાં આવે

હુતી બળવાખોરોએ યમનનાં પશ્ચિમી ભાગ પર કબજો જમાવ્યો છે, તેઓએ 2015 થી સરકાર તરફી દળો વિરુદ્ધ યુદ્ધ ચલાવ્યું છે, એક હુતી સમાચાર એજન્સીએ લખ્યું છે કે, હમ્માદીને યમનની રાજધાની સનામાં તેની સામેનાં આરોપો માટે દોષી ઠેરવવામાં આવેલ, જેમાં અભદ્ર વર્તન અને ડ્રગ્સનાં આરોપોનો સમાવેશ થાય છે. યમનનાં માહિતી પ્રધાન મોઅમ્માનર અલ-એર્યાનીએ લખ્યું છે કે આ ઘટના હુતી વિદ્રોહીઓ દ્વારા મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલા હજારો અપરાધોનું ઉદાહરણ છે. ઇન્તિસાર-અલ હમ્માદીનાં પિતા યમની અને માતા ઇથોપિયન છે, તે ઘણા વર્ષોથી મોડેલિંગ કરી રહી છે, તેણે બે યમન ટીવી સિરિયલોમાં અભિનય કર્યો છે. તે ઈન્ટરનેટ પર ઘણી વખત આવી તસવીરોમાં દેખાઈ છે જેમાં તેનું માથું ઢંકાયેલું નથી.

યમનમાં અભિનેત્રીની અશ્લીલ હરકતો

કટ્ટરપંથી મુસ્લિમ સમાજમાં આ યોગ્ય માનવામાં આવતું નથી. રિપોર્ટ અનુસાર 20મી ફેબ્રુઆરીનાં રોજ સનામાં એક ચેક પોઈન્ટ પર મોડલનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોડલની આંખો કપડાથી બાંધી દેવામાં આવી હતી. જે બાદ મોડલનું ઘણુ શોષણ કરવામાં આવ્યુ છે. દરમિયાન, હુતી બળવાખોરોએ આરોપો સ્વીકારવા માટે મોડેલ પર ભારે દબાણ કર્યું છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે મોડલનાં વકીલને ટાંકીને કહ્યું કે, બુધવારે તેમને સમાચાર મળ્યા કે મોડલનો વર્જિનિટી ટેસ્ટ ચાલી રહ્યો છે. જ્યારે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનું કહેવું છે કે કોઈ મહિલા કે છોકરીનો વર્જિનિટી ટેસ્ટ કરાવવો એ આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવ અધિકારોનું ઉલ્લંઘન છે અને તે શારીરિક ત્રાસ હેઠળ આવે છે. આપને જણાવી દઈએ કે, હુતી વિદ્રોહીઓ પર લોકોને અલગ-અલગ રીતે ટોર્ચર કરવાનો આરોપ છે.

યમનમાં અભિનેત્રીની અશ્લીલ હરકતો

આ પણ વાંચો – Share Market / બ્યુટી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી સ્ટાર્ટઅપ કંપની Nykaa એ શેર બજારમાં કરી દમદાર Entry

તેણીનાં વકીલે જૂનમાં હ્યુમન રાઇટ્સ વોચને જણાવ્યું હતું કે, તે સનામાં અન્ય મહિલાઓ સાથે મુસાફરી કરી રહી હતી જ્યારે હુથી બળવાખોરોએ તેની કાર રોકી અને તેની ધરપકડ કરી હતી. તેણીનો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો, અને તેણીનાં મોડેલિંગ ફોટાને અભદ્ર અને (હુતી બળવાખોરોની નજરમાં) વેશ્યા તરીકે લેબલ નક્કી કરવામાં આવ્યુ હતુ. માર્ચમાં, હમ્માદીને સનાની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવી હતી. તેના વકીલે જણાવ્યું કે, જેલના રક્ષકો તેના રંગ અને તેના ઈથોપિયન મૂળનાં કારણે તેને “વેશ્યા” અને “ગુલામ” કહેતા હતા.