કરજણ તાલુકાના સાંસરોદ તથા વલણ ગામોમાં વીજ ચેકિંગ ટીમોએ ત્રાટકીને રૂપિયા ૨૮ લાખની વીજચોરી ઝડપી પાડતા વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ભરૂચના પાલેજ નજીક આવેલા વડોદરા જિલ્લાના સરહદી ગામો સાંસરોદ તેમજ વલણમાં શનિવારે વહેલી સવારે જીયુવીએનએલ ની ૫૬ જેટલી વીજ ચેકિંગ ટીમો ત્રાટકતા મીઠી નિંદ્રા માણી રહેલા ગ્રામજનોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. પોલીસ કાફલા સાથે ત્રાટકેલી વીજ ચેકિંગ ટીમોએ સાંસરોદ તથા વલણ ગામમાં સઘન વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું. સાંસરોદમાં તેમજ વલણ ગામમાંથી ૬૦ જેટલા વીજ જોડાણમાં ગેરરીતી જણાઇ આવી હતી. વીજ ચેકિંગના પગલે ગ્રામજનો ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતા.
ઉપરોક્ત બંને ગામોમાં થઇ અંદાજિત ૨૮ લાખની વીજચોરી ઝડપાઇ હતી. ૫૬ જેટલી જીયુવીએનએલ ની વીજ ટીમોના સધન વીજ ચેકિંગના પગલે વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સાંસરોદ તથા વલણ ગામમાં મોટા પોલીસ કાફલા સાથે વીજ ચેકિંગ હાથ ધરાતા બંને ગામો જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર વીજ ચેકિંગ દરમ્યાન કોઇપણ જાતની અનિચ્છનીય ઘટના બની ન હતી. શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર વીજ ચેકિંગ ઓપરેશન પૂર્ણ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની
નવી મોબાઇલ એપ્લિકેશન.
