Not Set/ સેનાએ લીધો પુલવામાનો બદલો, હુમલા માટે કાર આપનાર જેૈશનો આતંકી ઢેર

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદી  વચ્ચેની અથડામણમાં સેના દ્રારા જૈશ-એ-મોહમ્મદનાં ખુંખાર આતંકી અને તેમના સાથીને ઠાર મારવામાં આવ્યા છે. સેના દ્રારા પુલવામાં હુમલામાં આતંકવાદીઓને કાર આપી હુમલાને અંજામ દેવામાં ઉપયોગી થનાર અતાંકીને ઠાર મારી પુલવામા અતંકી હુમલાનો બદલો લીધો છે. સેના અને પોલીસ અધિકારીનાં જણાવ્યા મુજબ સવારથી ચાલી રહેલી અથડામણમાં દક્ષિણ કાશ્મીરનાં બિજબરા […]

Top Stories India
સેનાએ લીધો પુલવામાનો બદલો, હુમલા માટે કાર આપનાર જેૈશનો આતંકી ઢેર
જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદી  વચ્ચેની અથડામણમાં સેના દ્રારા જૈશ-એ-મોહમ્મદનાં ખુંખાર આતંકી અને તેમના સાથીને ઠાર મારવામાં આવ્યા છે. સેના દ્રારા પુલવામાં હુમલામાં આતંકવાદીઓને કાર આપી હુમલાને અંજામ દેવામાં ઉપયોગી થનાર અતાંકીને ઠાર મારી પુલવામા અતંકી હુમલાનો બદલો લીધો છે. સેના અને પોલીસ અધિકારીનાં જણાવ્યા મુજબ સવારથી ચાલી રહેલી અથડામણમાં દક્ષિણ કાશ્મીરનાં બિજબરા જિલ્લા વિસ્તારમાં આ અભિયાન દરમ્યાન એક જવાન પણ શહીદ થયા છે.
  દુકાનદાર જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓ માર્યા ગયા

જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સૈઝાદ બટ્ટ સેના દ્રાર ઠાર

સેના અધિકારીએ જણાવ્યું હતું કે આતંકી છુપાયાની ચોક્કસ બતમીનાં આધારે સેના દ્રારા સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરવામા આવી હતી.  સેના દ્રારા આતંકીની શોધ શરુ કરવામા આવતા આતંકીઓ દ્રારા સુરક્ષા દળો પર ગોળીબાર શરુ કરવામા આવ્યો હતો. સેના દ્રારા જવાબી ફાયરીંગમાં બે આતંકીને ઢેર કરી દેવામા આવ્યા છે.  અથડામણમાં માર્યા ગયેલા બે આતંકવાદી સૈઝાદ બટ્ટ અને તોસીફ બટ્ટ  હોવાની પુષ્ટી કરવામાં આવી છે. બનેં આતંકી જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠનનાં હતા અને આમાને આતંકી સૈઝાદે પુલવામા હુમલામાં પોતાની કાર આપી હુમલાને અંજામ આપવામા મદદ કરી હતી. સેનાને હુમલા બાદ તુરંત જ સૈઝાદની તલાશ હતી. ત્યારે આજે સૈઝાદ અને તેના સાથી ને ઠાર મારી સેના દ્રાર પુલવામાનો બદલો પુરો કરવામા આવ્યો છે.

terrori ksm સેનાએ લીધો પુલવામાનો બદલો, હુમલા માટે કાર આપનાર જેૈશનો આતંકી ઢેર

સૈઝાદ બટ્ટે પુલવામા હુમલામાં આતંકીઓને કાર આપી હતી 

આપને જણાવી દઇએ કે  અથડામણ દરમ્યાન એક નાગરીક જે ઇજાગ્રસ્ત થયો હતો તેનું પણ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. તો માર્યો ગયેલો આતંકી સૈઝાદ ઘણા આતંકવાદી ગુનાઓ સામેલ હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 40 સૈનિકો શહીદ થયા હતા તે 14 મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા પુલવામા જિલ્લાના લેથપોરા વિસ્તારમાં આત્મઘાતી કાર બોમ્બ હુમલામાં પણ સૈઝાદ બટ્ટ સામેલ હતો. અને સૈઝાદને ત્યારથી જ વોન્ટેડ જાહેર કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.