ધરપકડ/ ગોંડલ નગરપાલિકાના વેરા વધારા ની સામે કોંગ્રેસીઓ આવેદનપત્ર આપે તે પહેલા ધરપકડ કરવામાં આવી

વિશ્વાસ ભોજાણી, મંતવ્ય ન્યુઝ ગોંડલ નગરપાલિકાના વેરા વધારા ની સામે કોંગ્રેસીઓ આવેદનપત્ર આપે તે પહેલા ધરપકડ કરવામાં આવી    આઠથી વધુ કોંગ્રેસીઓની ધરપકડ ત્રણ કોંગ્રેસીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું   ગોંડલ માં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જનજીવન હજુ પૂર્વવત થયું નથી ત્યાં જ નગરપાલિકા તંત્રએ દાઝ્યા ઉપર નમક છાંટવા જેવું કાર્ય કરી પ્રજાના ખંભે તોતિંગ વેરો […]

Gujarat
IMG 20210611 WA0032 ગોંડલ નગરપાલિકાના વેરા વધારા ની સામે કોંગ્રેસીઓ આવેદનપત્ર આપે તે પહેલા ધરપકડ કરવામાં આવી

વિશ્વાસ ભોજાણી, મંતવ્ય ન્યુઝ

ગોંડલ નગરપાલિકાના વેરા વધારા ની સામે કોંગ્રેસીઓ આવેદનપત્ર આપે તે પહેલા ધરપકડ કરવામાં આવી

 

 આઠથી વધુ કોંગ્રેસીઓની ધરપકડ ત્રણ કોંગ્રેસીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

 

ગોંડલ માં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જનજીવન હજુ પૂર્વવત થયું નથી ત્યાં જ નગરપાલિકા તંત્રએ દાઝ્યા ઉપર નમક છાંટવા જેવું કાર્ય કરી પ્રજાના ખંભે તોતિંગ વેરો જીકવાની સાથે ભૂગર્ભ ગટરનો પણ વેરો થોપી દેવામાં આવ્યો હોય કોંગ્રેસીઓ દ્વારા આવેદનપત્ર અપાય તે પહેલાં પોલીસે ધરપકડ કરી હતી.

IMG 20210611 WA0034 ગોંડલ નગરપાલિકાના વેરા વધારા ની સામે કોંગ્રેસીઓ આવેદનપત્ર આપે તે પહેલા ધરપકડ કરવામાં આવી

પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસી આગેવાન યતીશભાઈ દેસાઈ, વેપારી મહાજન મંડળ પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, આશિષભાઈ કુંજડીયા, ઋષભરાજસિંહ પરમાર, કુલદીપસિંહ જાડેજા, જયસુખ ભાઈ વઘાસિયા, ભાવેશભાઈ ભાષા અને જયસુખભાઇ પારઘી સહિતનાઓ દ્વારા શહેરની જનતાને સાથે રાખી કોલેજ ચોક ખાતેથી પ્રાંત અધિકારી કચેરીએ આવેદનપત્ર આપવા જવાનું આયોજન કરાયું હતું. કોંગ્રેસીઓ એકઠા થતા જ પોલીસે તેમની ધરપકડ કરી હતી જ્યારે કોંગ્રેસી આગેવાન ધર્મેશભાઈ બુટાણી અને દીપકભાઈ પટેલ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

IMG 20210611 WA0035 ગોંડલ નગરપાલિકાના વેરા વધારા ની સામે કોંગ્રેસીઓ આવેદનપત્ર આપે તે પહેલા ધરપકડ કરવામાં આવી

આ તકે કોંગ્રેસીઓએ જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારીમાં લોકો આર્થિક મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ત્યારે આવા તોતિંગ વેરા વધારા બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવાની હતી પાલિકા તંત્રએ પ્રજાની પીઠમાં કોરડા વીંઝવાનું કામ કર્યું છે હાઉસિંગ વેરો- ૧૦૦૦/-, કોમર્શિયલ વેરો- ૨૦૦૦/-, ખાણીપીણી, નાસતાગૃહ રેસ્ટોરન્ટ ૨૦૦૦/-, ખાનગી શાળાઓ, ટ્યુશન ક્લાસીસ-૨૫૦૦/-

, ચેરિટેબલ ટ્રસ્ટ, જમાતખાના, પાર્ટી પ્લોટ,

કૉમ્યુનિટી હૉલ, સમાજવાડી, ૫૦૦૦/- સહિત ભૂગર્ભ ગટરનો વેરો પણ જીકી દેવામાં આવ્યો છે આવા વેરા તાકીદે નાબૂદ થવા જોઈએ તેવી અંતમાં માંગ કરી હતી