રાજકોટ/ દિવાળીના તહેવારનો માહોલ જામ્યો, ઠેર-ઠેર ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે

કાપડ, ફૂટવેર, હોમ ડેકોરેશન, ઈલેક્ટ્રિક- ઈલેક્ટ્રોનિક, ખાણીપીણી સહિતની બજારમાં ડિમાન્ડ નીકળી રહી છે. જોકે કેટલાક લોકો પોતાનો વારો સમયસર આવી જાય તે માટે એડવાન્સમાં જ અપોઇન્ટમેન્ટ લઇ લે છે

Gujarat Rajkot
Untitled 4 દિવાળીના તહેવારનો માહોલ જામ્યો, ઠેર-ઠેર ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે

દિવાળીના તહેવારનો માહોલ જામ્યો છે. ગત દિવાળી ફિક્કી રહ્યા બાદ આ દિવાળીને હર્ષોલ્લાસ સાથે ઉજવવા લોકો આતુર બન્યા છે. જેને કારણે રોડ રસ્તા ઉપર લોકોની ચહલ પહલ વધતા ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે. કોરોનાના વળતા પાણી શરૂ થઈ જતા જ સરકાર ક્રમશ: છૂટછાટ જાહેર કરી રહી છે. ત્યારે ગત વર્ષે દિવાળી ફિક્કી રહ્યા બાદ આ વર્ષે દિવાળીનો પર્વ લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવી શકે તે માટે સરકારે છુટછાટો જાહેર કરી દીધી છે. સાથે પોલીસે પણ હવે કુણું વલણ દાખવવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો ;બિબિહાર / PM મોદીની રેલીમાં બ્લાસ્ટનાં મામલે કોર્ટે 4 આરોપીઓને સંભળાવી ફાંસીની સજાહાર / PM મોદીની રેલીમાં બ્લાસ્ટનાં મામલે કોર્ટે 4 આરોપીઓને સંભળાવી ફાંસીની સજા

સામે લોકો પણ આ દિવાળીના પર્વને માણવા માટે ખૂબ આતુર બન્યા છે.  શહેરના મોટાભાગના રોડ રસ્તા ઉપર લોકોની મોટા પ્રમાણમાં ચહલ પહલ જોવા મળી રહી છે. શહેરના અનેક રોડ ઉપર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર વાહનોની કતાર જામી રહી છે. સામે ટ્રાફિક પોલીસ સામે પણ પડકાર ઉભા થયા છે. લોકો ખરીદી અર્થે તેમજ બીજા કામ અર્થે મોટી સંખ્યામાં અવર જવર કરી રહ્યા હોય ટ્રાફિક શાખા રોડ ઉપર ટ્રાફિક ક્લિયર કરાવવા કામે લાગેલી જોવા મળે છે.

આ પણ વાંચો :Political / PDP નાં અધ્યક્ષ મહેબૂબા મુફ્તી એકવાર ફરી નજરકેદ

કાપડ, ફૂટવેર, હોમ ડેકોરેશન, ઈલેક્ટ્રિક- ઈલેક્ટ્રોનિક, ખાણીપીણી સહિતની બજારમાં ડિમાન્ડ નીકળી રહી છે. જોકે કેટલાક લોકો પોતાનો વારો સમયસર આવી જાય તે માટે એડવાન્સમાં જ અપોઇન્ટમેન્ટ લઇ લે છે. કાપડ માર્કેટમાં લોકો રૂ. 5 હજારથી લઇને રૂ. 25 હજાર સુધી તો ઈલેક્ટ્રોનિક માર્કેટમાં રૂ. 20 હજારથી લઇને રૂ. 1 લાખ સુધીની ખરીદી કરી રહ્યા છે. તેમજ બ્યુટી પાર્લરમાં રૂ. 1 હજારથી લઇને રૂ.25 હજાર સુધીના પેકેજ પસંદ કરે છે. હજુ બુધવારે ખરીદી નીકળશે તેમ વેપારીઓને આશા છે. હાલ અત્યારે શહેરી વિસ્તારની ખરીદી છે તો દિવાળી બાદ ગ્રામ્ય વિસ્તારની ખરીદી નીકળશે.