Not Set/ ઓસ્ટ્રેલિયાનાં આ ખેલાડીએ માત્ર 10 બોલમાં ફટકારી ફિફ્ટી

IPL 2022 માટે, આઠ જૂની અને બે નવી ટીમો હાલમાં વિશ્વભરનાં ખેલાડીઓ પર નજર રાખી રહી છે. આઠ ટીમોએ તેમના ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે.

Sports
josh philippe

IPL 2022 માટે, આઠ જૂની અને બે નવી ટીમો હાલમાં વિશ્વભરનાં ખેલાડીઓ પર નજર રાખી રહી છે. આઠ ટીમોએ તેમના ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જ્યારે બે નવી ટીમો રીલીઝ થયેલા ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડી પસંદ કરવા માટે કામ કરી રહી છે.

આ પણ વાંચો – IND Vs NZ / મુંબઈ ટેસ્ટમાં સ્પાઈડર કેમ સાથે વાત કરતા જોવા મળ્યા વિરાટ કોહલી

ટૂંક સમયમાં તેમની યાદી પણ બહાર આવશે. પરંતુ IPL 2022 ની મેગા હરાજી પહેલા, ટીમો વિશ્વભરનાં ખેલાડીઓની રમત પર નજીકથી નજર રાખી રહી છે, જેથી જ્યારે તે ખેલાડીઓ હરાજીમાં આવે, ત્યારે તેમને મોટી રકમ ચૂકવીને તેમની કોર્ટમાં કરી શકાય. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનાં શાનદાર બેટ્સમેન જોશ ફિલિપે એવી ઇનિંગ રમી છે, જેના કારણે બધાની નજર તેના પર ટકી છે. જોશ ફિલિપે 47 બોલમાં 83 રન બનાવ્યા હતા. જેના કારણે તેની ટીમ સિડની સિક્સર્સને 152 રનનાં વિશાળ અંતરથી હરાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત T20 ટૂર્નામેન્ટ બિગ બેશ લીગ એટલે કે BBLની 2021ની સીઝન શરૂ થઈ ગઈ છે. રવિવારે તેની પ્રથમ મેચ રમાઈ હતી. આ દરમિયાન સિડની સિક્સર્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા સિડની સિક્સર્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. આટલા મોટા સ્કોરમાં જોશ ફિલિપનું મોટું યોગદાન હતું. જોશ ફિલિપે 47 બોલમાં 83 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ છક્કા અને આઠ ચોક્કા ફટકાર્યા હતા. એટલે કે તેની ઇનિંગ્સનાં 50 રન, તેણે દસ બોલમાં ચોક્કા અને છક્કા ફટકાર્યા હતા. બીજી તરફ સિડની સિક્સર્સનાં કેપ્ટન મોસેસ ઓનરિકઝે પણ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 38 બોલમાં 76 રન બનાવ્યા હતા. જોકે ટીમનાં અન્ય સભ્યોમાંથી કોઈ પણ મોટો સ્કોર બનાવી શક્યું ન હતું.

આ પણ વાંચો – IND Vs NZ / ટીમ ઈન્ડિયા જીતથી માત્ર 5 વિકેટ દૂર, ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડે બનાવ્યા 140 રન

આ લક્ષ્યનો પીછો કરવા માટે જ્યારે મેલબોર્ન સ્ટારની ટીમ મેદાન પર ઉતરી ત્યારે આખી ટીમ માત્ર 61 રન બનાવી શકી હતી. અને આખી ટીમ આઉટ થઈ ગઈ. ટીમ તરફથી પીટર નેવિલે સૌથી વધુ 18 રન બનાવ્યા હતા. આ સાથે જ હિલ્ટન કાર્ટરાઈટે દસ રનની ઈનિંગ રમી હતી. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરમાં પણ પહોંચી શક્યો નહોતો. તેથી જ ટીમની આ હાલત થઈ હતી. સિડની સિક્સર્સ તરફથી સ્ટીવ ઓ કીફે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી જ્યારે શોન એબોટે ત્રણ ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મેચમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે જોશ ફિલિપને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.