ગુજરાત/ ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 12.59 ટકા થયો, જાણો ક્યાં રાજ્યમાં કેટલો પડ્યો

ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 4 ઇંચ થયો છે. જે ટકાવારીની દ્ર્ષ્ટિએ 12.59 ટકા થાય છે. હવામાનવિભાગની આગાહી મુજબ આગામી સમયમાં સપ્તાહ માટે વરસાદ ખેંચાઇ શકે છે.

Gujarat Others
a 278 ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 12.59 ટકા થયો, જાણો ક્યાં રાજ્યમાં કેટલો પડ્યો

ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 4 ઇંચ થયો છે. જે ટકાવારીની દ્ર્ષ્ટિએ 12.59 ટકા થાય છે. હવામાનવિભાગની આગાહી મુજબ આગામી સમયમાં સપ્તાહ માટે વરસાદ ખેંચાઇ શકે છે. પરિણામે ખરીફ પાક માટે વાવેતરમાં ઘટાડો થવાની સંભાવના છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારૂં થવાની આગાહી હવામાન વિભાગે કરી 106 ટકા વરસાદ થવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ તારીખ-26 જૂનની સ્થિતિ મુજબ રાજ્યમાં થયેલાં વરસાદની સરેરાશ સ્થિતિએ ચિંતા જગાવી છે. તારીખ-26 જૂનની સ્થિતિએ રાજ્યમાં માત્ર 12.59 ટકા એટલે કે સરેરાશ 4 ઇંચ વરસાદ જ થયો છે.

રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 34 ઇંચ નિર્ધારિત થયો છે. ચોમાસાની મોસમના સરેરાશ વરસાદમાં હજી 30 ઇંચ વરસાદ ઓછો છે,. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી પ્રાપ્ત ડેટા મુજબ રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતજિલ્લામાં 191.14 ટકા થયો છે. તો સૌથી ઓછો વરસાદ પોરબંદરજિલ્લામાં 3.95 ટકા થયો છે.

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ ?

 જિલ્લો        –   સરેરાશ વરસાદ ટકા

 કચ્છ           –          12.62

 પાટણ         –           18.44

બનાસકાંઠા   –           13.57

મહેસાણા      –          14.41

સાબરકાંઠા    –          10.28

અરવલ્લી     –           6.36

ગાંધીનગર   –          12.34

અમદાવાદ   –          13.93

ખેડા          –          19.51

આણદ       –          20.13 ( સૌથી વધુ)

વડોદરા      –          10.44

છોટાઉદેપુર    –           5.96

પંચમહાલ     –           10.06

મહીસાગર     –            7.87

દાહોદ         –            4.83

સુરેન્દ્રનગર    –           12.19

રાજકોટ        –           09.13

મોરબી         –           12.76

જામનગર     –            06.49

દેવભૂમિદ્વારકા  –          13.55

પોરબંદર      –           03.95 ( સૌથી ઓછો )

જૂનાગઢ      –            06.19

ગીર-સોમનાથ –           04.68

અમરેલી       –           09.17

ભાવનગર     –            19.10

બોટાદ         –            10.08

ભરૂચ          –            17.11

નર્મદા          –           12.45

 તાપી           –          07.89

સુરત           –          19. 14

નવસારી       –          17.29

વલસાડ        –          13.53

ડાંગ           –           12.59

ગુજરાતમાં આગામી સપ્તાહ માટે વરસાદ ખેંચાશે એવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે,. જો આગાહી સાચી ઠરશે તો ખેતીના ખરીફ પાક અને તેલીબીયા પાકને નુક્સાન થતાં ખેડૂતો વધુ મુશ્કેલીમાં મૂકાય એ સ્થિતિ સર્જાવાની સંભાવના નકારી શકાય એમ નથી. જો કે હવામાનવિભાગે રાજ્યમાં ચોમાસાની મોસમ દરમિયાન 106 ટકા સારા વરસાદની આગાહી કરી છે તે સાચી ઠરશે તો ખેડૂતો માટે સારા પાકના ઉજળા સંજોગો સર્જાશે જેનો લાભ સમગ્ર ગુજરાતની પ્રજાને પણ થશે.