India vs South Africa/ દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા ભારત માટે આવ્યા ખરાબ સમાચાર

દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. T20 બાદ ODIનો કેપ્ટન બનેલો રોહિત શર્મા મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

Top Stories Sports
રોહિત શર્મા

દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. T20 બાદ ODIનો કેપ્ટન બનેલો રોહિત શર્મા મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ભારતીય ટીમ 16 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. તે પહેલા તમામ ખેલાડીઓને મુંબઈમાં ત્રણ દિવસ માટે ક્વોરેન્ટિન થવું પડશે.

આ પણ વાંચો – IPL / ટાઇગર અભી જિંદા હૈ, કઇંક આવા જ અંદાજમાં આ ખેલાડીએ બેટિંગ કરી ટીમને અપાવી જીત

એક રિપોર્ટ અનુસાર, રોહિત મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે લાંબા સમય સુધી ટ્રેનિંગમાં ભાગ લીધો ન હતો. નવા ટેસ્ટ વાઇસ-કેપ્ટન રોહિત શર્મા સાથે અજિંક્ય રહાણે, ઋષભ પંત, કેએલ રાહુલ અને શાર્દુલ ઠાકુરે રવિવારે બપોરે શરદ પવાર એકેડમીમાં નેટમાં પ્રેક્ટિસ કરી હતી. એવું માનવામાં આવે છે કે તે દરમિયાન રોહિત ઈજાગ્રસ્ત થયો હતો. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. રિપોર્ટ અનુસાર રહાણેએ 45 મિનિટ સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. તેના પછી રોહિત શર્મા પ્રેક્ટિસ માટે આવ્યો હતો. તેને ટીમ ઈન્ડિયાનાં થ્રો-ડાઉન નિષ્ણાત રઘુવેન્દ્ર (રઘુ) દ્વારા બેટિંગ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. તેનો એક બોલ રોહિતનાં ગ્લોવ્ઝમાં વાગ્યો. તે પછી તે દર્દથી પિડાતો જોવા મળ્યો અને થોડા સમય માટે નર્વસ દેખાયો. જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકા સીરીઝમાં રોહિત શર્મા, ઋષભ પંત, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીની વાપસી થશે. આ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરીઝમાંથી બહાર થઈ ગયા હતા.

ભારતીય ટીમ ક્યારે રવાના થશે?

ટીમ ઈન્ડિયા 16 ડિસેમ્બરે મુંબઈથી રવાના થશે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન ફાટી નીકળવાના કારણે આ શ્રેણી કડક બાયો-બબલમાં રમાશે. ખેલાડીઓને મુંબઈમાં એક નાના શિબિરમાં હાજરી આપવા અને પછી બાયો-બબલમાં પ્રવેશવાનું કહેવામાં આવ્યું હતું. સોમવારે તમામ ખેલાડીઓ બાયો-બબલમાં પ્રવેશ કરશે અને તેઓ ટીમમાં જોડાય તેવી અપેક્ષા છે. પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનનાં સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે.

આ પણ વાંચો – Abu Dhabi Grand Prix / ફોર્મ્યુલા વન રેસમાં સાત વખતના વિજેતા હેમિલ્ટનને હરાવીને મેક્સ વર્સ્ટાપેન વર્લ્ડ ચેમ્પિયન

દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમ:

વિરાટ કોહલી (C), રોહિત શર્મા (W-C), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત (WK), રિદ્ધિમાન સાહા (WK), રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.

સ્ટેન્ડબાય પ્લેયર્સઃ નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચાહર, અર્જન નાગવાસવાલા.