Entertainment/ ‘ભૂતનાથ’નો બંકુ હવે એટલો મોટો થઈ ગયો છે કે અમિતાભ બચ્ચન પણ તેને ઓળખી શકશે નહી

તમને ‘ભૂતનાથ’ ફિલ્મમાં એક્ટર અમન સિદ્દીકી યાદ જ હશે. હા, એ જ જેણે નાના બાળકની ભૂમિકા ભજવી હતી. હવે તે મોટો થઈ ગયો છે. અને તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તમે તેને એક નજરમાં ભાગ્યે જ ઓળખી શકશો.

Entertainment
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 02 05T202548.488 'ભૂતનાથ'નો બંકુ હવે એટલો મોટો થઈ ગયો છે કે અમિતાભ બચ્ચન પણ તેને ઓળખી શકશે નહી

વર્ષ 2008માં અમિતાબ બચ્ચનની ‘ભુતનાથ’ ફિલ્મ રીલિઝ થઈ હતી . આ ફિલ્મમાં અમિતાબ બચ્ચનએ ભુતની ભુમિકા ભજવી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ અમિતાભના પાત્રના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે એક નાનું બાળક પણ લીડ રોલમાં હતું. ફિલ્મની આખી વાર્તા બાળક અને અમિતાભ બચ્ચનની આસપાસ ફરતી હતી. બાળકની એક્ટિંગની સાથે તેની ક્યૂટનેસના પણ ખૂબ વખાણ જોવા મળ્યા હતા. હવે આટલા વર્ષો પછી દરેક વ્યક્તિ જાણવા માંગે છે, કે આ બાળક ક્યાં છે, શું કરી રહ્યો છે અને કેવો દેખાય છે. આવી સ્થિતિમાં, ચાલો તમને જણાવીએ કે આ બાળક હવે કેટલો મોટો થઈ ગયો છે

ચાહકોના જીત્યા દિલ

અમન સિદ્દીકી નામના બાળ કલાકારે ‘ભૂતનાથ’માં બંકુનો રોલ પ્લે કર્યો હતો. તે સમય દરમિયાન તેણે પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા. લોકોને હસાવ્યા અને રડાવ્યા પણ. હવે, ફિલ્મ રિલીઝ થયાના 16 વર્ષ પછી, બંકુ એટલે કે અમન સિદ્દીકી ઘણો મોટો થઈ ગયો છે. તેણે છેલ્લા 16 વર્ષમાં બીજી કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. અમન સિદ્દીકી ખૂબ જ અલગ જીવન જીવી રહ્યો છે, ઠાઠમાઠ અને લાઇમલાઇટથી દૂર. તેણે ફિલ્મી દુનિયા છોડીને એક અલગ જ દુનિયા બનાવી છે, જેની એક ઝલક તે સોશિયલ મીડિયા પર શેર કરતી દેખાઈ રહી છે.

અહીં તસ્વીરો જુઓ

હાલની વાયરલ થયેલી તસ્વીરો

અમન હવે સ્ટેજ સિંગર બની ગયો છે. તે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પરફોર્મ કરતો જોવા મળ્યો હતો, જેના ફોટોસ્ પણ વાયરલ જોવા મળ્યા હતા. હવે તે એક્ટિંગથી દૂર છે. અભ્યાસની સાથે તે સિંગિંગ પણ કરે છે. જોકે, અમને ત્રણ વર્ષની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી હતી . તેણે અગાઉ એડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે હોર્લિક્સ અને એક્શન શૂઝની જાહેરાતોથી લોકપ્રિય બન્યો હતો. ફર્સ્ટ ક્લાસમાં તેણે અમિતાભ બચ્ચન સાથે એડ સાઈન કરી હતી. અમને ‘ફના’, ‘તા રા રમ પમ’ અને બીજી ઘણી ફિલ્મોનો ઇનકાર કર્યો કારણ કે તે તેના અભ્યાસ પર ધ્યાન આપવા માંગતો હતો. તે ‘ભૂતનાથ’ માટે તૈયાર થયો કારણ કે તેને શાહરૂખ ખાન, જુહી ચાવલા અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી રહી હતી અને તેની ભૂમિકા પણ સૌથી મહત્વની હતી.

બંકુ સંપૂર્ણપણે બદલાઈ ગયું

‘ભૂતનાથ’ એક બોલિવૂડ ફિલ્મ છે જે 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક હોરર કોમેડી-ડ્રામા હતી જેનું નિર્દેશન વિવેક શર્માએ કર્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જુહી ચાવલા અને શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સિવાય અમને મહેન્દ્ર સિંહ ધોની સાથે એક એડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. હાલમાં, તે એક સુંદર છોકરામાંથી હેન્ડસમ હંક બની ગયો છે અને તેની શૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Ankita Lokhande/બિગ બોસે બદલી દીધી અંકિતા લોખંડેની કિસ્મત, જલ્દી નજર આવી શકે છે બોલીવુડના વધુ એક પ્રોજેક્ટમાં?….

આ પણ વાંચો:Abhishek Bachchan Birthday/‘તું પહેલાથી જ બેસ્ટ છે’ અભિષેકના જન્મદિવસે અમિતાભ બચ્ચન થયા ભાવુક, બહેન શ્વેતાએ બતાવ્યો બાળપણનો ફોટો

આ પણ વાંચો:Fitness Band/ધોની પહેરે છે આ ખાસ પ્રકારનો ફિટનેસ બેન્ડ, તેની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે