બેઠક/ ભાજપ પ્રદેશની કારોબારી બેઠક કમલમ ખાતે આ તારીખે મળશે,આગામી કાર્યક્રમની માહિતી અપાશે

રાજ્યમાં ભાજપ સરકાર વહેલી ચૂંટણી કરવા માટે સક્રીય જોવા મળી રહી છે, વિરોધ પક્ષને માત આપવા માટે ભાજપે હાલમાં જ ચિંતન બંઠક કરી હતી,

Top Stories Gujarat
5 30 ભાજપ પ્રદેશની કારોબારી બેઠક કમલમ ખાતે આ તારીખે મળશે,આગામી કાર્યક્રમની માહિતી અપાશે
  • બીજેપીની પ્રદેશ કારોબારીની બેઠક મળશે
  • 24 મે ના રોજ મળશે કારોબારી બેઠક
  • કમલમ ખાતે મળશે કારોબારી બેઠક
  • ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા પર મનોમંથન
  • કારોબારી સભ્યોને આ અંગે કરાશે માહિતગાર
  • આગામી સમયનાં કાર્યક્રમ અંગે અપાશે માહિતી
  • વિસ્તાર મુજબ કામગીરી કરવા પણ અપાશે સૂચનાઓ

રાજ્યમાં ભાજપ સરકાર વહેલી ચૂંટણી કરવા માટે સક્રીય જોવા મળી રહી છે, વિરોધ પક્ષને માત આપવા માટે ભાજપે હાલમાં જ ચિંતન બંઠક કરી હતી,આ બેઠકમાં દિગ્ગજ નેતાઓ સામેલ હતો,આ બેઠકમાં નવી રણનીતિની ચર્ચા પણ કરવામાં આવી હતી,આ અંગે અમિત શાહે આગામી રણનીતિ પર મહત્વની ચર્ચા કરી હતી. હવે ભાજપ પ્રેદશ 24 મેના રોજ કારોબારી બેઠક યોજવા જઇ રહી છે. આ બેઠક ગાંધીનગર કમલમ ખાતે યોજાશે. આ બેઠકમાં તમામ કારોબારી સભ્યોને આ અંગે માહિતીગાર કરવામાં આવશે.આગામી સમયમાં કાર્યક્રમ અંગે આપવામાં આવશે માહિતી .અને આ બેઠકમાં  વિસ્તાર મુજબ સૂચનો આપવામાં આવશે.

આ કારોબારી બેઠકમાં નવી રણનીતિ પર કામ કરવા માટે સૂચનો અને નિર્દેશ આપવામાં આવશે, અને કેવી રીતે સંગઠન કામ કરી રહ્યું છે તે અંગે પણ દેખરેખ રાખવામાં આવશે