Viral Video/ વરમાળા પહેરાવતાં જ દુલ્હા-દુલ્હન સ્ટેજ પર લડવા લાગ્યાં, વીડિયો જોરદાર વાયરલ થયો

ટ્વીટર એક વીડ્યો વાયરલ થઈ રહ્યો છે, દુલ્હા-દુલ્હન સ્ટેજ પર એક બીજાને ફૂલોની માળા પહેરાવે છે બાદમાં અચાનક દુલ્હન દુલ્હાને થપ્પડ મારે છે. એટલે દુલ્હાને પણ ગુસ્સો આવે છે……………

Videos Trending
Image 2024 05 17T150240.810 વરમાળા પહેરાવતાં જ દુલ્હા-દુલ્હન સ્ટેજ પર લડવા લાગ્યાં, વીડિયો જોરદાર વાયરલ થયો

Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દરરોજ હજારો વીડિયોમાં નવું ને નવું જાણવા જોવા મળતું હોય છે, ઘણી વખત હસવા પણ જોવા મળે છે. અહીં વાયરલ થઈ રહેલા વીડિયોમાં દુલ્હા-દુલ્હન જયમાલા પહેરાયા બાદ ઝઘડી પડે છે, તેમજ મારામારી પર ઉતરી આવ્યા છે. વીડિયો જોઈ લોકો ચકિત થઈ ગયા છે.

ટ્વીટર એક વીડ્યો વાયરલ થઈ રહ્યો છે, દુલ્હા-દુલ્હન સ્ટેજ પર એક બીજાને ફૂલોની માળા પહેરાવે છે બાદમાં અચાનક દુલ્હન દુલ્હાને થપ્પડ મારે છે. એટલે દુલ્હાને પણ ગુસ્સો આવે છે અને દુલ્હને સટાક દઈને લાફો મારી દે છે. લગ્નમાં હાજર લોકો બંનેને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પરંતુ બેમાંથી એક પણ સમજવા તૈયાર નથી. હાજર વ્યક્તિએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોને 2 લાખથી વધુ વ્યૂ મળી ચુક્યા છે. એક યુઝર્સે લખ્યું કે જરૂર રીલ બનાવવાવાળા હશે. તો અન્ય યુઝરે લખ્યું કે જે કામ 6 મહિના પછી કરવાનું હતું તે અત્યારે જ કરવા લાગ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અબોલ સાથે ક્રૂરતા! પાલતુ શ્વાનને જ ખરાબ રીતે માર્યો

આ પણ વાંચો:બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ ખુશીથી ઝૂમી, વીડિયો વાયરલ