બેફામ પશુપાલકો/ પશુપાલકોની દાદાગીરી, ઢોર પકડવા આવેલી ટીમનો ઘેરાવ કરી મહિલાકર્મીની હાજરીમાં જ બોલ્યા અપશબ્દો

રખડતા ધોરણે લઈ હાઇકોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચનાની સામે પશુપાલકોની દાદાગીરી સામે આવી છે. ઢોર પકડવા આવેલી ટીમ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે

Top Stories Gujarat Vadodara
v11 પશુપાલકોની દાદાગીરી, ઢોર પકડવા આવેલી ટીમનો ઘેરાવ કરી મહિલાકર્મીની હાજરીમાં જ બોલ્યા અપશબ્દો

ગુજરાત રાજયમાં રખડતાં ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જઇ રહી છે. રાજ્યમાં રખડતા પશુને કારણે થતાં અકસ્માતોની સંખ્યા પણ સતત વધી રહી છે. ત્યારે રાજ્યમાં ચારે બાજુથી રખડતા ઢોરની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દબાણ છે. તો બીજી બાજુ માલધારી સમાજમાં પણ સરકારના કડક વલણ ને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે. વિવિધ જગ્યાએ ઉપર રખડતા ઢોરને પકડવાની કામગીરીમાં રોકાયેલી ટીમ ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે.

una 6 પશુપાલકોની દાદાગીરી, ઢોર પકડવા આવેલી ટીમનો ઘેરાવ કરી મહિલાકર્મીની હાજરીમાં જ બોલ્યા અપશબ્દો

વડોદરામાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે. રખડતા ઢોર ને પકડવા માટે ગયેલી ટીમ ઉપર પશુ ફાળકો દ્વારા હુમલા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેયર સાથે મીટીંગો પછી પણ હુમલાનો પ્રયાસ ચાલુ જ છે. પ્રાપ્ત વિગતો અનુસાર અકોટા નજીક ઢોર પાર્ટી ની ટીમનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ઢોર છોડાવવા મહીલા પોલીસની હાજરીમાં અપશબ્દો બોલ્યા હતા, પોલીસની હાજરીમાં જ ગાય છોડવવાનો પ્રયાસ કર્યો હતો. ઢોર પાર્ટીના માણસો પર હપ્તા લેતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

v11 પશુપાલકોની દાદાગીરી, ઢોર પકડવા આવેલી ટીમનો ઘેરાવ કરી મહિલાકર્મીની હાજરીમાં જ બોલ્યા અપશબ્દો

વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. ઇસ્કોન મંદિરથી મધર સ્કૂલ જવાના રોડ પર પશુઓ મોટી સંખ્યામાં રોડ ઉપર ફરતા જોવા મળે છે. અથવા રોડ ઉપર અડિંગો જમાવી બેસી જાય છે. ચાર રસ્તા પર રખડતા ઢોરો નજરે પડે છે. રખડતા ઢોરો ના લીધે ટ્રાફિક જામના દર્શયો પણ સર્જાય છે. હાઇકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

v2 પશુપાલકોની દાદાગીરી, ઢોર પકડવા આવેલી ટીમનો ઘેરાવ કરી મહિલાકર્મીની હાજરીમાં જ બોલ્યા અપશબ્દો

અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ 1 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે ઢોર પકડવા માટે ગયેલી ટીમના કર્મચારીઓ પર વહેલી સવારે કેમિકલથી હુમલો કરવામાં આવ્યો હતો. ઢોર પકડવા ગયેલી પાર્ટી ની આંખોમાં કેમિકલ નાખવામાં આવ્યું હતું. ઘાયલ કર્મચારીને તાત્કાલિક સારવાર  માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હિટ એન્ડ રન/ વલસાડમાં ટેમ્પો ચાલકે 5 વર્ષની બાળકીને અડફેટે લેતા મોત