Not Set/ ગરીબોના મસીહા સોનુ સૂદ સામે નોંધાયો કેસ, જાણો શું છે કારણ

સોનુ સૂદ મોગાના લાંડેકે ગામમાં તેની બહેન માટે પ્રચાર કરી રહ્યો હતો. તે ગામમાં વાહનમાં બેઠો જોવા મળ્યો હતો અને આમ કરીને તેણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું.

Trending Entertainment
સોનુ સૂદ

પોલીસે અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ મોડલ આચાર સંહિતાના સંદર્ભમાં મોગાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધ્યો છે. દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર, રવિવારે મોગા જિલ્લામાં સૂદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ આદેશનું અનાદર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. ચૂંટણી પંચે રવિવારે અભિનેતા સોનુ સૂદને મોગામાં મતદાન કેન્દ્ર પર જવા પર રોક લગાવી દીધી હતી. સોનુ સૂદ પર મતદારોને પ્રભાવિત કરવાના આરોપો બાદ પંચે આ પગલું ભર્યું હતું. સૂદે આ આરોપોને નકારી કાઢ્યા છે.

સોનુ સૂદની બહેન મોગા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. મોગા પોલીસ સ્ટેશન (શહેર)માં નોંધાયેલી એફઆઈઆર મુજબ, પોલીસને માહિતી મળી હતી કે સોનુ સૂદ મોગાના લાંડેકે ગામમાં તેની બહેન માટે પ્રચાર કરી રહ્યો હતો. તે ગામમાં વાહનમાં બેઠો જોવા મળ્યો હતો અને આમ કરીને તેણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું.

મોગાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચરણજીત સિંહ સોહલે સોમવારે જણાવ્યું હતું કે સૂદ ત્યાં ન હોવો જોઈએ અને તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, સોનુ સૂદ જે કારમાં સવાર હતાં તે કાર સોનુ સૂદના નામે નથી. પોેલીસ રેકોર્ડ અનુસાર આ કાર દત્ત રોડના રહેવાસી હરવિંદર સિંહ ઉર્ફે કાલાના નામે છે.જો કે આ કાર મોટે ભાગે સૂદા ઘર પાસે જ ઉભી રહી છે.

જો કે સોનુ સૂદ એક ફિલ્મની શૂટિંગ માટે રવિવાર સાંજે જ દક્ષિણ આફ્રિકા જવ રવાના થઇ ગયા હતાં. ચૂંટણીના દિવસે ચૂંટણી પંચે સોનુ સૂદની કાર જપ્ત કરી લીધી હતી. અકાલી દળે આક્ષેપ કર્યો હતો કે સૂદ પોલિંગ બૂથો પર જઇ મતદારોને પ્રભાવિત કરી રહ્યાં હતાં.

આ પણ વાંચો :બોલિવૂડના આ અભિનેતાની ફ્લાઈટની અંદર પાયલોટ સાથે થઈ બોલાચાલી, જાણો ચોંકાવનારો કિસ્સો

આ પણ વાંચો :ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લગ્ન બાદ પહેલીવાર મીડિયા સામે આવ્યા, વહેંચી મીઠાઈ

આ પણ વાંચો :ફોઈ સોહાએ જેહના જન્મદિવસ પર એક વીડિયો શેર કર્યો, આ ક્યૂટ ડાન્સ તમારુ પણ દિલ જીતી લેશે

આ પણ વાંચો :અનિલ અંબાણીની વહુ ક્રિશા શાહનો વેડિંગ લૂક ખૂબ જ સુંદર, જુઓ…