Latest Surat News/ સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં થાઇ ગર્લ બોલાવવાનો કેસ, ડો. ઋત્વિક દરજી સસ્પેન્ડ

સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં થાઈ ગર્લ બોલાવવાના કેસમાં પાંચ સભ્યોની સમિતિ બનાવાઈ હતી. કમિટીએ ડેપ્યુટી કમિશ્નરને રિપોર્ટ સોંપ્યો હતો. કમિશ્નર દ્વારા શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. કમિટીએ ડેપ્યુટી કમિશ્નરને રિપોર્ટ સોંપ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં ડો. ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Gujarat Surat Trending Breaking News
Beginners guide to 2024 06 12T160359.023 સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં થાઇ ગર્લ બોલાવવાનો કેસ, ડો. ઋત્વિક દરજી સસ્પેન્ડ

Surat News: સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં થાઈ ગર્લ બોલાવવાના કેસમાં પાંચ સભ્યોની સમિતિ બનાવાઈ હતી. કમિટીએ ડેપ્યુટી કમિશ્નરને રિપોર્ટ સોંપ્યો હતો. કમિશ્નર દ્વારા શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. કમિટીએ ડેપ્યુટી કમિશ્નરને રિપોર્ટ સોંપ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં ડો. ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કમિશનર દ્વારા આ મુદ્દે શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. ડીન દીપક હોવલે, રેક્ટર પાંડે અને વોર્ડન જોશીને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. ડો. ઋત્વિક દરજી સામે કાર્યવાહી કરવામાં આવશે. તેઓ અગાઉ પણ રેગિંગ મામલે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.

રિપોર્ટમાં ખામીઓ હોવાથી નવો રિપોર્ટ સુપ્રદ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ દ્વારા થાઈ ગર્લ બોલાવવાનું પ્રકરણ ચગ્યું છે. રેસિડેન્ટ ડોક્ટરે રંગરેલીયા માટે થાઈ ગર્લ બોલાવી હોવાનું કહેવાય છે. આ કિસ્સામાં ભીનું સંકેલાશે તેવી વાતો ચગતા તટસ્થતાથી તપાસ થાય તે માટે પાંચ સભ્યોની ટીમ બનાવાઈ હતી. પાંચ સભ્યોની ટીમે તેનો રિપોર્ટ ડેપ્યુટી કમિશ્નરને સોંપ્યો છે. આ રિપોર્ટમાં ખામીઓ જણાતા ફરીથી નવો રિપોર્ટ તૈયાર કરીને સુપ્રદ કરવા જણાવાયું હતું.

આ રિપોર્ટના આધારે ડો. ઋત્વિક દરજી સામે કાર્યવાહી કરવામાં આવશે. બે વર્ષ પહેલા જ ડો. ઋત્વિક દરજીને રેગિંગના મામલે છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેના મહિના પહેલા પણ રેસિડેન્ટ ડોક્ટરને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. જો કે તે સમય દરમિયાન તંત્રએ મામલો દબાવી દીધો હતો. હવે ફરી પાછી ડોક્ટરની કરતૂત પ્રકાશમાં આવી છે. હવે આ વખતે મામલો દબાવવો શક્ય નથી. સમગ્ર પ્રકરણમાં પાંચથી સાત રેસિડેન્ટ ડોક્ટરો પણ શંકાના દાયરામાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આવતીકાલથી શાળાઓનો પ્રારંભ, રાજ્યભરમાં RTO વિભાગની ડ્રાઇવ

આ પણ વાંચો: વડોદરામાં નામાંકિત ઈ બાઈક બનાવતી કંપની કરાઈ સીલ

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસું બેસ્યુ, 17મી સુધી વરસાદની આગાહી

આ પણ વાંચો: એસીબીનો સપાટો, ગુજસેલના કેપ્ટન અજય ચૌહાણ સામે ગુનો નોંધાયો