ઘટાડો/ કેન્દ્ર સરકારે વેક્સિન બનાવતી કંપનીને ભાવ ઘટાડવા માટે સૂચન કર્યું

વેક્સિન બનાવતી કંપનીઓને ભાવ ઘટાડવાનું કહ્યું

India
vaccine india કેન્દ્ર સરકારે વેક્સિન બનાવતી કંપનીને ભાવ ઘટાડવા માટે સૂચન કર્યું

ભારત સરકારે વેકસીન બનાવતી કંપનીઓને વેક્સિનની કિંમત ઘટાડવાનું સૂચન કર્યુ છે દેશમાં વેક્સિન બનાવતી સીરમ ઇન્સ્ટીટયૂટ અને ભારત બોયોટેક સાથએ સરકારે કિમત ઘટાડવા અંગે વાતચીત કરી છે.

ભારત અત્યાર સુધી 14.19 કરોડ લોકોને કોરોના વેક્સિન આપી દેવામાં આવી છે. પરતું 1લી મે થી 18 વર્ષ ઉપરના લોકોને રસી મૂકવામાં આવશે.સરકારે બે મહત્વપૂર્ણ તબ્બકામાં 45 વર્ષથી વધુ ઉમરના લોકો અને કોરોના વોરિર્યસને પ્રાથમિકતા આપી હતી હવે 1 લી મે થી તમામ પુખ્તવયને રસી આપવામાં આવશે.

ભારતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે .છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડ-19ના 352991 નવા કેસો સામે આવ્યા છે.આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,73,13163 થઇ છે. અત્યાર સુધી દેશમાં કોરોનાથી મૃત્યુ થનારની સંખ્યા 195123 છે. દેશમાં કોરોના કહેર સામે વેક્સિન જ એક માત્ર વિકલ્પ છે.