Not Set/ વાહન ચાલકો માટે રાહત આપવા જઈ રહી છે કેન્દ્ર સરકાર, વાંચો શું છે રાહત

વાહનચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. ટ્રાફિકના નિયમોના ઉલંઘન વખતે પોલીસ જવાન દ્વારા જે કાર્યવાહી અગાઉ કરવામાં આવતી હતી. જેમાં વાહન ચાલકનો વાહન જમા લઈને તેને એક મેમો આપવામાં આવતો હતો. મેમો લઈને વાહનચાલક કોર્ટમાં જતો હતો. જ્યાં તેની જેવા મોટી સંખ્યામાં વાહનચાલકો લાઈનમાં ઉભા જોવા મળતા હતા. તે લાઈનમાં ઉભા રહ્યા બાદ જયારે […]

India
aa 3 વાહન ચાલકો માટે રાહત આપવા જઈ રહી છે કેન્દ્ર સરકાર, વાંચો શું છે રાહત

વાહનચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. ટ્રાફિકના નિયમોના ઉલંઘન વખતે પોલીસ જવાન દ્વારા જે કાર્યવાહી અગાઉ કરવામાં આવતી હતી. જેમાં વાહન ચાલકનો વાહન જમા લઈને તેને એક મેમો આપવામાં આવતો હતો. મેમો લઈને વાહનચાલક કોર્ટમાં જતો હતો. જ્યાં તેની જેવા મોટી સંખ્યામાં વાહનચાલકો લાઈનમાં ઉભા જોવા મળતા હતા. તે લાઈનમાં ઉભા રહ્યા બાદ જયારે મેમો ભરવા માટેનું નંબર આવતું હતું ત્યારે કોર્ટ દ્વારા દંડની રકમ ફટકારવામાં આવતી હતી અને તે રકમ ભર્યા બાદ જે પહોંચ મળતી હતી તે પહોંચ લઈને વાહનચાલકને પાછું પોલીસ સ્ટેશન જવું પડતું હતું.પોલીસ સ્ટેશનમાં તે પહોંચ બતાડીને વાહન ચાલક પોતાનો વાહન છોડાવી લેતો હતો.આમ, આટલી લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ વાહન ચાલકને પોતાનું વાહન પ્રાપ્ત થતું હતું. જોકે હવે એવું નહિ થાય.

વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મેમો જમા કરાવવા હવે લોકોએ કોર્ટના ચક્કર કાપવા નહીં પડે. ઘરે બેઠા જ મેમો જમા કરાવી શકાશે. આ માટે દેશભરમાં ટ્રાફિક ઈ-કોર્ટ શરૂ કરાશે. કેન્દ્ર સરકારે આ માટે 25 રાજ્યમાં રૂ. 1142 કરોડનું ફંડ જાહેર કર્યુ છે. ઈ-કોર્ટ શરૂ કરવા જુલાઈ 2021 સુધીની ડેડલાઈન નક્કી કરાઈ છે…

હવે મેમો ભરવા લોકોને કોર્ટના ધક્કા નહીં ખાવા પડેદેશભરમાં ટ્રાફિક ઈ-કોર્ટ શરૂ થશેઘરે બેઠાં જ મેમો જમા કરાવી શકાશેઈ-કોર્ટ શરૂ કરવા જુલાઈ 2021 સુધીની ડેડલાઈન નક્કી કરાઈ
કયા રાજ્યની હાઈકોર્ટને કેટલું ફંડ?

રાજ્ય ફંડ (કરોડ રૂ.માં)

મહારાષ્ટ્ર125.24
ઉત્તર પ્રદેશ109.48
મધ્ય પ્રદેશ74.05
ગુજરાત72.82
તામિલનાડુ70.15
રાજસ્થાન67.80