પેટા ચૂંટણી/ બંગાળના મુખ્યમંત્રીએ ભવાનીપુર બેઠક પર ઉમેદવારી નોંધાવી ,30 સપ્ટેમ્બરે ચૂંટણી

ભાજપે મમતા બેનર્જી સામે પ્રિયંકા તિબ્રેવાલ પર પસંદગી ઉતારી છે ,આ પ્રિયંકા બાબુલ સુપ્રિયોની કાનૂનૂ સલાહાકાર રહી છે

Top Stories
બંગાળના

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મમતા બેનર્જીએ આજે ​​ભવાનીપુર બેઠક પર પેટાચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. અલીપોરમાં મમતા બેનર્જીએ ભવાનીપુર બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે.ભાજપે મમતા બેનર્જી સામે પ્રિયંકા તિબ્રેવાલ પર પસંદગી ઉતારી છે ,આ પ્રિયંકા બાબુલ સુપ્રિયોની કાનૂનૂ સલાહાકાર રહી છે તે 2014માં ભાજપમાં જોડાયા હતા ,તેમણે કાઉન્સીલરની ચૂંટણી લડી હતી પરતું તે ટીએમસીના નેતા સામે હારી ગયા હતા.જયારે CPI-M એ આ બેઠક પરથી મમતા સામે શ્રીજીબ બિસ્વાસને ટિકિટ આપી છે

આ પેટા ચૂંટણી માટે ભાજપે પોતાની તમામ તાકાત ઝોકી દીધી છે .આ સીટ પર તમામ દેખરેખની જવાબદારી ભાજપના ઉપાધ્યક્ષ અરિજુન સિંહને સાેપ્યો છે. આ ઉપરાંત સૌમિત્ર ખાન, જ્યોતિર્મસ સિંહ મહતોને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે,  ધારાસભ્યોને આઠ વોર્ડનો હવાલો આપવામાં આવ્યો છે.

Kolkata | West Bengal CM Mamata Banerjee files nomination for by-polls to Bhabhanipur seat pic.twitter.com/9xXDWIy9tB

— ANI (@ANI) September 10, 2021

નોંધનીય છે કે મમતા બેનર્જી ભવાનીપુરથી અગાઉ બે વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. મમતા માટે સીએમ પદ પર રહેવા માટે આ ચૂંટણી ખૂબ મહત્વની છે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીનો પરાજય થયો હતો. તે નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી હારી ગઈ.

 

 

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ  મુજબ, ભવાનીપુર બેઠક સહિત બંગાળમાં સંસેરગંજ અને જંગીપુર બેઠકો માટે પેટા ચૂંટણી 30 સપ્ટેમ્બરે થશે અને મત ગણતરી 3 ઓક્ટોબરે થશે.

Political / AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ભડકાઉ ભાષણ આપવા બદલ FIR