Not Set/ વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું મુખ્યમંત્રી આવતીકાલે કરશે હવાઈ નિરીક્ષણ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે તા. 20 મી મેના રોજ તાઉતે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.00 કલાકે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના હવાઇ નિરીક્ષણ બાદ ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત પણ કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે […]

Top Stories Gujarat
Untitled 241 વાવાઝોડાથી પ્રભાવિત આ વિસ્તારોનું મુખ્યમંત્રી આવતીકાલે કરશે હવાઈ નિરીક્ષણ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે તા. 20 મી મેના રોજ તાઉતે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.00 કલાકે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના હવાઇ નિરીક્ષણ બાદ ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત પણ કરશે.

આ દરમિયાન મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે તેમજ યુદ્ધના ધોરણે જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપશે.મુખ્યમંત્રીએ ઉમેર્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત પર જ્યારે જ્યારે કોઇ વિપદા કે આફત આવી ત્યારે મદદ અને સહાય માટે હંમેશા ત્વરિત પ્રતિસાદ આપીને મદદરૂપ થયા છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, ગુજરાત પર આવેલું આ વખતનું આ તાઉ’તે વાવાઝોડુ વિશિષ્ટ પ્રકારનું હતુ એટલું જ નહીં ભયાવહ અને વિનાશકારી પણ હતું.
સોમવારે ૧૭મી મેના રાત્રે ૮.૩૦ કલાકે જ્યારે ઉનાના દરિયાકાંઠેથી એ ગુજરાતમાં પ્રવેશ્યુ ત્યારે ૧૭૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ત્યારબાદ સતત ૨૮ કલાક સુધી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોને ધમરોળતું અને તીવ્ર પવન તથા વરસાદ સાથે આ વાવાઝોડું ઉના દરિયાકાંઠાથી લઈને ઉત્તરગુજરાતના બનાસકાંઠાની સરહદ સુધીના સમગ્ર વિસ્તારને ચીરીને ગુજરાત પરથી પસાર થયું.

વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં હાથ ધરાયેલી રિસ્ટોરેશન કામગીરીની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં ૧૨૦૦ જેટલા રસ્તાઓ બંધ થયા હતા તે પૈકી ૧૧૦૦ જેટલા રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા છે આ માટે માર્ગ અને મકાન વિભાગની ૬૩૩ ટીમમાં ૯૬૪ ઇજનેરો સહિત ૩૫૦૦થી વધુ શ્રમિકો ૩૫૨૮ જેટલી મશીનરી અને સાધનો સાથે કાર્યરત થયા છે. બાકીના રસ્તા આવતી કાલ સાંજ સુધીમાં ચાલુ થઇ જશે એવો વિશ્વાસ પણ તેમને વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ વીજપુરવઠાની સ્થિતિની વિગતોમાં આપતાં જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ૬૬ કેવીના ૨૧૯ સબસ્ટેશન અસરગ્રસ્ત પામ્યા હતા તે પૈકી ૧૫૨ સબસ્ટેશન પુન:ચાલુ કરાયા છે આ માટે ૧૫,૦૦૦થી વધારે વીજકર્મીઓ સતત રીસ્ટોરેશન કામગીરીમાં જોડાયા છે. જે સબસ્ટેશનો હજુ અસરગ્રસ્ત છે તે ચાલુ કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે એમ તેમણે કહ્યું હતું.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ તાઉ’તે વાવાઝોડાના કારણે રાજ્યના આશરે ૨૧૦૦ જેટલા ક્રીટીકલ મોબાઇલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા તે પૈકી ૧૫૦૦ જેટલા મોબાઇલ ટાવર ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ટાવર ચાલુ કરવાની કામગીરી પણ યુધ્ધના ધોરણે હાથ ધરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે રાજ્ય સરકારે કોર કમિટિમાં એવો નિર્ણય પણ કર્યો છે કે આવતીકાલ ગુરૂવારથી જ તાઉતે વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા વ્યક્તિઓને કેશડોલ આપવાનું પણ શરૂ કરવામા આવશે.
આ કેશડોલ અન્વયે પુખ્ત વયની વ્યક્તિઓને પ્રતિદિન રૂ. ૧૦૦ અને બાળકોને એક દિવસના રૂ. ૬૦ લેખે કેશડોલ આપવામાં આવશે.

મુખ્યમંત્રીકોરોના વેક્સિનેશન અંગેની વિગતો આપતાં ઉમેર્યું કે, તાઉ’તે વાવાઝોડાની પરિસ્થિતિમાં સ્થગિત કરાયેલી વેક્સિનેશન કામગીરી આવતીકાલથી પુન:શરૂ કરવામાં આવશે.
રાજ્યના ૧૦ શહેરો કે જ્યાં ૧૮ થી ૪૪ વય જુથના લોકોને વેક્સિનેશન રસી આપવામાં આવી છે તેઓને આવતીકાલથી લગભગ ૫૦ હજાર ડોઝ વેક્સિનના આપવામાં આવશે તેમજ રાજ્યમાં ૪૫થી વધુ વયના લોકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ પણ આવતીકાલથી આપવાનો શરૂ કરવામાં આવશે.