સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય છે તેની કોઈને ખબર હોતી નથી. લોકો સોશિયલ મીડિયા પર આવા કેટલાક વીડિયો શેર કરે છે, જે ખરેખર અનોખો હોય છે. ક્યારેક અમુક વીડિયો જોયા પછી તમે હસવાનું રોકી શકતા નથી. તો કેટલાક વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક દિલ જીતી લેનારો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો – બર્બરતા / બાળક ખોળામાં હતું છતાંયે પોલીસ શખ્સને લાકડીઓથી મારતી રહી,જુઓ VIDEO
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક માસૂમ બાળક કૂદકો મારીને હેન્ડપમ્પ ચલાવી રહ્યો છે જેથી કૂતરો પાણી પી શકે. કૂતરાને પાણી પીવડાવવા માટે બાળક દ્વારા આટલી મહેનત કરતા જોઈને બધાને આશ્ચર્ય થાય છે. તો અત્યારે માસૂમ બાળકનો આ વીડિયો જોયા બાદ લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. સાથે જ આ વીડિયોએ લોકોનાં દિલ પણ જીતી લીધા છે. કારણ કે, એક નાના બાળકે જે રીતે માનવતાનો દાખલો બેસાડ્યો છે, તે વખાણને પાત્ર છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં તેણે લખ્યું છે, ભલે ગમે તેટલું નાનું હોય, દરેક વ્યક્તિ શક્ય તેટલી કોઈની મદદ કરી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક હેન્ડપમ્પ ચલાવી રહ્યું છે. બાળક ખૂબ નાનું છે, તેથી તેને હેન્ડપમ્પ ચલાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. મુશ્કેલ હોવા છતાં, બાળક કૂતરાની તરસ છીપાવવા માટે હેન્ડપંપ ચલાવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે એક નાનો કૂતરો હેન્ડપમ્પમાં મોં મૂકીને ઝડપથી પાણી પી રહ્યો છે.
कद कितना ही छोटा हो, हर कोई किसी की यथासंभव #Help कर सकता है.
Well done kid. God Bless you.VC- Social Media.#HelpChain #Kindness #BeingKind pic.twitter.com/yQu4k5jyh1
— Dipanshu Kabra (@ipskabra) December 7, 2021
જણાવી દઇએ કે, લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. કૂતરાની તરસ છીપાવવા માટે આટલી મહેનત કરતા બાળકને જોઈને બધા તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 23 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને બાળકનાં જોરદાર વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – ખૂબ જ સુંદર માનવ અને પ્રાણીનો પ્રેમ હંમેશા એકબીજા માટે આવો જ રહે. બીજાએ લખ્યું- કદ નહી, વિચાર કેટલા ઊંચા છે, તે એ વાત પર નિર્ભર કરે છે કે માણસ નાનો છે કે મોટો છે.
