નિર્ણય/ અફધાનિસ્તાનના નાગરિકોએ પણ તાલિબાન સામે હથિયાર ઉપાડવાનો નિર્ણય લીધો

નાગરિકોએ કહ્યું કે આતંકવાદીઓ  યુદ્ધ કરે અને આપણી મહિલાઓને હેરાન કરે અને સંપત્તિ કબજે કરે તો આપણે  ચૂપ રહીશું નહીં અમારૂ 7 વર્ષનું બાળક પણ હથિયારો ઉપાડશે

World
taliban અફધાનિસ્તાનના નાગરિકોએ પણ તાલિબાન સામે હથિયાર ઉપાડવાનો નિર્ણય લીધો

અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની પરત બોલવવાની વચ્ચે આતંકવાદી સંગઠન તાલિબાન દ્વારા ફરી એકવાર માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. તાલિબાનોએ રાજધાની કાબુલની આસપાસના ઘણા વિસ્તારો કબજે કર્યા છે અને છેલ્લા બે મહિનામાં સેંકડો લોકો માર્યા ગયા છે. પરંતુ તે દરમિયાન, અફઘાનિસ્તાનના લોકોએ પણ તાલિબાન આતંકવાદીઓ વિરુદ્ધ હથિયારો ઉપાડ્યા છે અને તાલિબાનને ચેતવણી આપી છે કે તેઓ હુમલો કરશે તો તેઓ ચૂપ રહેશે નહી. કાબુલની ઉત્તરે, પરાણ પ્રાંતમાં રહેતા 55 વર્ષીય દોસ્ત મોહમ્મદ સલાંગીએ જણાવ્યું હતું કે, “જો તેઓ આપણી સાથે  યુદ્ધ કરે અને આપણી મહિલાઓને હેરાન કરે અને સંપત્તિ કબજે કરે તો આપણે  ચૂપ રહીશું નહીં. 7 વર્ષ સુધીનું અમારું બાળક પણ હથિયારો ઉપાડશે અને તેમની સામે લડવા તૈયાર રહેશે.

સલાંગી  એ સેંકડો લોકોમાંથી એક છે જેમણે તાલિબાનો સામે હથિયાર ઉઠાવાનો નિર્ણય લીધો છે. આ લડવૈયાઓ અફઘાન સેનાને મદદ કરશે.ઉલ્લેખનીય છે કે અમેરિકાએ બે દાયકા બાદ અફઘાનિસ્તાનથી પોતાની સેના પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તાલિબાન સાથે લાંબા સમયથી ચાલતા સંઘર્ષનો કોઈ અંત નથી. દરમિયાન, અમેરિકન સૈનિકોની ખસીના મામલે તાલિબાન ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. પરવાના વિદ્યાર્થી ફરીદ મોહમ્મદે જણાવ્યું હતું કે આપણે આપણો દેશ બચાવવો પડશે. વિદેશી સૈન્ય રવાના થઈ રહી છે. તેથી હવે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી,અમે તાલિબાનો સામે લડીશું.