અમદાવાદનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ નરોડા પાટિયાથી ગેલેકસી ચાર રસ્તા સુધી બનવા જઈ રહ્યો છે. આજે મળેલી રોડ એન્ડ બિલ્ડિગ કમિટીમાં સળગં ઓવરબ્રિજ બનાવવાની . ૧૬૫ કરોડની રિવાઈડ દરખાસ્ત ફિઝિબિલિટી રિપોર્ટ સાથે સરકારના શહેરી ગૃહ નિર્માણ ખાતામાં મોકલવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવા મંજૂર કરવામાં આવી છે. આ ઓવરબ્રિજ ૨.૫ કિલોમીટર લાંબો હશે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આ ફ્લાય ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ જશે.
મહત્વનું છે કે મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા ઉત્તરઝોનના નરોડા પાટીયા ખાતે બ્રિજ બનાવવાની દરખાસ્ત છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી. જે માટે રાય સરકારની સિવિક ફાઈનાન્સ માટેની સંસ્થા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્રારા . ૫૫ કરોડના બજેટની ફાળવણી પણ કરવામાં આવી હતી જોકે આ બજેટમાં ફકત નરોડા પાટિયા એક જ જંકશન પરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તેમ હતી. નરોડા પાટિયાથી ગેલેકસી સિનેમા ચાર રસ્તા અને નરોડા દેવી સિનેમા એમ ત્રણ જગ્યાએ વધુ ટ્રાફિક થાય છે. જેને ધ્યાને રાખી વર્ષ ૨૦૨૦–૨૧ના બજેટમાં નરોડા પાટિયાથી ગેલેકસી ચાર રસ્તા સુધી બ્રિજ બનાવવાને લઈ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની મંજૂરી આપતી દરખાસ્ત મંજૂર કરી હતી.
અમદાવાદનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ નરોડા પાટિયાથી ગેલેકસી ચાર રસ્તા સુધી બનવા જઈ રહ્યો છે. આજે મળેલી રોડ એન્ડ બિલ્ડિગ કમિટીમાં સળગં ઓવરબ્રિજ બનાવવાની . ૧૬૫ કરોડની રિવાઈડ દરખાસ્ત ફિઝિબિલિટી રિપોર્ટ સાથે સરકારના શહેરી ગૃહ નિર્માણ ખાતામાં મોકલવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવા મંજૂર કરવામાં આવી છે. આ ઓવરબ્રિજ ૨.૫ કિલોમીટર લાંબો હશે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આ ફ્લાય ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ જશે.
મહત્વનું છે કે મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા ઉત્તરઝોનના નરોડા પાટીયા ખાતે બ્રિજ બનાવવાની દરખાસ્ત છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી. જે માટે રાય સરકારની સિવિક ફાઈનાન્સ માટેની સંસ્થા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્રારા . ૫૫ કરોડના બજેટની ફાળવણી પણ કરવામાં આવી હતી જોકે આ બજેટમાં ફકત નરોડા પાટિયા એક જ જંકશન પરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તેમ હતી.