Winter/ રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયા સૌથી ઠંડુગાર

કોરોનાકાળમાં જાણે બધુ અલગ જ જોવા મળી રહ્યુ છે. ત્યારે જો ઠંડીની વાત કરીએ તો તે પણ આપણી સાથે સંતાકૂકડી રમી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. આજે જ્યારે ઠંડીથી લોકો ઠઠરી રહ્યા હોવા જોઇએ ત્યારે ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જો કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થતા જ ઠંડીએ પણ સુસવાટા બોલાવવાનું શરૂ કરી દીધું […]

Gujarat Others
sss 24 રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયા સૌથી ઠંડુગાર

કોરોનાકાળમાં જાણે બધુ અલગ જ જોવા મળી રહ્યુ છે. ત્યારે જો ઠંડીની વાત કરીએ તો તે પણ આપણી સાથે સંતાકૂકડી રમી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. આજે જ્યારે ઠંડીથી લોકો ઠઠરી રહ્યા હોવા જોઇએ ત્યારે ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જો કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થતા જ ઠંડીએ પણ સુસવાટા બોલાવવાનું શરૂ કરી દીધું છે.

રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીનું મોજુ આવી રહ્યુ છે. ઠંડીનાં ચમકારાથી અમદાવાદમાં લઘુત્તમ 19.7 ડિગ્રી તાપમાન, વડોદરામાં 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 18.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, 15 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર છે. જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે જેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. અનેક વિસ્તારોમાં સવારની શરૂઆત ધુમ્મસભર્યા વાતાવરણ સાથે થઈ છે. જો કે અહીં બપોરનાં સમયે મીઠો તડકો નીકળવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે. અત્યારે ઠંડીનો કહેર યથાવત રહેવાનો છે. હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. બીજી બાજુ તામીલનાડુ અને કેરળ સહિતનાં રાજ્યોમાં ‘નિવાર’ બાદ વધુ એક તોફાન આવવાની આશંકા સેવાઈ રહી છે જેના કારણે ભારે વરસાદ અને તીવ્ર હવાઓ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…