Not Set/ ICUમાં દાખલ ઝરીન ખાનની માતાની હાલત ગંભીર, અભિનેત્રીએ કહ્યું- મારી માતા માટે પ્રાર્થના કરો

ઝરીન ખાને આ પોસ્ટ શેર કરતાની સાથે જ તેના ચાહકો તેની માતા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ચાહકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે તેમની માતા જલ્દી સ્વસ્થ થઈ જાય.

Entertainment
ઝરીન ખાનની

બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાનની માતા ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ છે. ઝરીન ખાને સોશિયલ મીડિયા પર માતાના સ્વાસ્થ્યને લગતું અપડેટ આપ્યું છે. ઝરીન ખાનની માતાની હાલત નાજુક છે અને આ જ કારણ છે કે તેણે તેના ચાહકોને તેની માતા માટે પ્રાર્થના કરવાનું કહ્યું છે. ઝરીને પોસ્ટમાં લખ્યું- ‘મારી માતાની તબિયત ફરી બગડી છે અને તેઓ હાલમાં ICUમાં દાખલ છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો.’

ઝરીન ખાને આ પોસ્ટ શેર કરતાની સાથે જ તેના ચાહકો તેની માતા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ચાહકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે તેમની માતા જલ્દી સ્વસ્થ થઈ જાય. ઝરીન ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લાખો લોકોએ લાઈક કરી છે.

Untitled 15 3 ICUમાં દાખલ ઝરીન ખાનની માતાની હાલત ગંભીર, અભિનેત્રીએ કહ્યું- મારી માતા માટે પ્રાર્થના કરો

ગયા વર્ષે મે મહિનામાં અભિનેત્રીની માતા ખૂબ જ બીમાર હતી અને દોઢ મહિનાથી તેમની તબિયત લથડી રહી હતી. તે સમયે ઝરીન ખાન પણ તેની માતાની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત હતી. તેણે લખ્યું- ‘હું છેલ્લા દોઢ મહિનાથી મારી માતાની તબિયતને લઈને ચિંતિત છું. હાલમાં તેમને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. હું તમને બધાને વિનંતી કરીશ કે તેના માટે પ્રાર્થના કરો કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.

જણાવી દઈએ કે, ઝરીન ખાને વર્ષ 2010માં સલમાન ખાન સાથેની ફિલ્મ વીરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે પછી ઝરીને હાઉસફુલ 2, હેટ સ્ટોરી 3, અક્સર, વઝહ તુમ હો, 1921 સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. હાલમાં જ ઝરીનની ફિલ્મ ‘હમ ભી અકેલે તુમ ભી અકેલે’ રિલીઝ થઈ છે.

આ પણ વાંચો :અક્ષય કુમારે ‘બચ્ચન પાંડે કી સવારી’ને અજમેર માટે બતાવી લીલી ઝંડી!

આ પણ વાંચો :હરિયાણા સરકારે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને જાહેર કર્યો આ આદેશ

આ પણ વાંચો :થોડા મહિનામાં જ શમિતા શેટ્ટી-રાકેશ બાપટ થયા અલગ, ચોંકાવનારું કારણ આવ્યું સામે  

આ પણ વાંચો :‘ઝુંડ’ની સફળતા બાદ અમિતાભ બચ્ચને કર્યો ખુલાસો, કહ્યું- ‘કો-એક્ટર બાળકે પૂછ્યું હતું કે કેવી રીતે…’