Not Set/ ભાજપના અધ્યક્ષ અમિત શાહના પુત્ર અંગે કોંગ્રેસે પૂછ્યા આ સવાલો, જાણો, માત્ર એક ક્લિક પર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આમિત શાહના પુત્ર અંગે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અમિત શાહના પુત્ર જય શાહની કંપનીમાં થયેલી ગેરરીતિના મામલે આ મુદ્દો હાલ રાજકીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસે પણ આ મુદ્દે પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે આ સમગ્ર મામલાની તપાસ સુપ્રિમ કોર્ટના બે […]

Gujarat
TH11NEWSRANDEEPSURJEWALA ભાજપના અધ્યક્ષ અમિત શાહના પુત્ર અંગે કોંગ્રેસે પૂછ્યા આ સવાલો, જાણો, માત્ર એક ક્લિક પર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આમિત શાહના પુત્ર અંગે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અમિત શાહના પુત્ર જય શાહની કંપનીમાં થયેલી ગેરરીતિના મામલે આ મુદ્દો હાલ રાજકીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસે પણ આ મુદ્દે પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે આ સમગ્ર મામલાની તપાસ સુપ્રિમ કોર્ટના બે વર્તમાન જજના આયોગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે તેમજ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ મુદ્દે  દસ સવાલના જવાબ પણ માંગ્યા છે.

કોંગ્રેસે જય શાહ મુદ્દે આ સવાલોના જવાબ માંગ્યા છે :

  • એક એવો કયો કારોબાર છે જે જ્યાં માત્ર એક વર્ષમાં ૧૬,૦૦૦ ગણો વધી ગયો ?
  • એક કરોડ ૩૦ લાખનો ખર્ચ એક વર્ષમાં ૪૦૦૦ ગણો વધીને ૫૩ કરોડ ૪૦ લાખ કેવી રીતે થયો ?
  • આટલા નફા પછી પણ આ કંપની બંધ થઈ તો તેની તપાસ કેમ ના થઈ ?
  • વિદેશોમાંથી ૫૧ કરોડ કેમ આવ્યા ?
  • શું ૧૫ કરોડ ૭૮ લાખ રૂપિયા લોન આપનારી કંપનીને કોઈ ફાયદો આપવામાં આવ્યો કે નહીં ?
  • શું ૭ કરોડની સંપત્તીના બદલે ૨૫ કરોડની લોન આપી શકાય ?
  • અનુભવ વિના ભારત સરકારે વિન્ડ એનર્જી માટે લોન કેમ આપી ?
  • પૂર્વ વીજ મંત્રી પીયુષ ગોયેલ જય શાહનો બચાવ કેમ કર્યો ?
  • સરકારી વકીલને જય શાહના વકીલ બનવાની મંજુરી કેમ મળી ?
  • આ કેસની તપાસ થાય ત્યાં સુધી કેમ અમિત શાહનું રાજીનામું લેવામાં કેમ ના આવ્યું ?