Not Set/ પુલવામા હુમલાનાં દિવસે પીએમ મોદીનાં શૂટિંગનાં સમયને લઇને કોંગ્રેસે માંગી જાણકારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ડિસ્કવરીનાં વિશ્વ પ્રસિદ્ધ શો ‘Man vs Wild’ માં જોવા મળશે. આ શો નું ટીઝર જાહેર થયા બાદ હવે વિપક્ષે આ મામલે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. શો નું ટીઝર રિલીઝ થયા બાદ કોંગ્રેસે આ શો નાં શૂટિંગવાળા દિવસનો સમગ્ર શેડ્યૂલ સાર્વજનિક કરવાનુ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ […]

India
modi and bear grylllls પુલવામા હુમલાનાં દિવસે પીએમ મોદીનાં શૂટિંગનાં સમયને લઇને કોંગ્રેસે માંગી જાણકારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ડિસ્કવરીનાં વિશ્વ પ્રસિદ્ધ શો ‘Man vs Wild’ માં જોવા મળશે. આ શો નું ટીઝર જાહેર થયા બાદ હવે વિપક્ષે આ મામલે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. શો નું ટીઝર રિલીઝ થયા બાદ કોંગ્રેસે આ શો નાં શૂટિંગવાળા દિવસનો સમગ્ર શેડ્યૂલ સાર્વજનિક કરવાનુ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ શો નું શૂટિંગ 14 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું. આ તે દિવસ હતો જ્યારે પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર હુમલો થયો હતો. ત્યારે કોંગ્રેસે કહ્યું છે કે સંબંધિત ચેનલ આ શો નાં શૂટિંગનું શેડ્યૂલ જાહેર કરે જેથી જાણી શકાય કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પુલવામા હુમલાનાં દિવસે કેટલા સમય સુધી શૂટિંગ કરતા રહ્યા હતા.

પક્ષનાં પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે, 14 ફેબ્રુઆરીએ શૂટિંગ બાદ પીએમ મોદીએ ઉત્તરાખંડમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું પરંતુ તેઓએ ન તો પુલવામા હુમલાની નિંદા કરી હતી અને ન શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ડિસ્કવરીનાં શૂટિંગને લગતા આખા કાર્યક્રમને સાર્વજનિક કરવો જોઇએ જેથી 14 મી ફેબ્રુઆરીએ પીએમ મોદીની દિનચર્યાની જાણ થઇ શકે

આપને જણાવી દઇએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ‘ડિસ્કવરીનાં’ પ્રખ્યાત શો ‘Man vs Wild’ માં જોવા મળશે. આ વિશેષ એપિસોડ 12 ઓગસ્ટે પ્રસારિત કરવામાં આવશે. તે 180 થી વધુ દેશોમાં ‘ડિસ્કવરી નેટવર્ક’ ચેનલ પર બતાવવામાં આવશે. આ વિશેષ એપિસોડ પર્યાવરણીય પરિવર્તન સંબંધિત મુદ્દાઓ પર આધારિત હશે. ‘ડિસ્કવરી’ ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિશેષ એપિસોડનું શૂટિંગ ભારતનાં ‘જિમ કોર્બેટ નેશનલ પાર્ક’માં બિઅર ગ્રીલ્સ દ્વારા કરવામાં આવ્યું છે. જેમા હળવા અંદાજમાં વન્યપ્રાણી સંરક્ષણ ઉપર પ્રકાશ પાડવામાં આવશે. બિઅર ગ્રિલ્સે સોમવારે આ ટીઝરને ટ્વિટર પર શેર કર્યું હતુ. 45 સેકન્ડનાં આ ટીઝરમાં મોદી અને ગ્રીલ્સ જંગલમાં ફરતા અને બોટમાં બેઠેલા નજર આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.