Covid-19/ પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ, પ્રિયંકા ગાંધી થયા હોમ આઇસોલેટ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનાં પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે. જેના કારણે પ્રિયંકાએ તેની આસામની સફર રદ કરી દીધી છે.

Top Stories India
2 9 પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ, પ્રિયંકા ગાંધી થયા હોમ આઇસોલેટ
  • પ્રિયંકા ગાંધીનાં પતિ રોબર્ટ વાડ્રાને કોરોના
  • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો રિપોર્ટ નેગેટિવ
  • પ્રિયંકા ગાંધી થયાં હોમ આઇસોલેટ
  • ડોકટરની સલાહથી પ્રિયંકા હોમ આઇસોલેટ થયા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનાં પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે. જેના કારણે પ્રિયંકાએ તેની આસામની સફર રદ કરી દીધી છે. આ કડીમાં એક વીડિયો શેર કરતી વખતે પ્રિયંકાએ કહ્યું કે, “તાજેતરમાં કોરોના સંક્રમણનાં સંપર્કમાં આવવાને કારણે મારે મારો આસામ પ્રવાસ રદ કરવો પડ્યો છે, મારો ગઇકાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.”

આસામ ચૂંટણી જંગ / લો બોલો!! મતદાન બાદ EVM મશીન ભાજપ ઉમેદવારની કારમાંથી મળી આવ્યું

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વધુમાં લખ્યું છે કે, ‘પરંતુ ડોકટરોની સલાહથી હું આગામી થોડા દિવસો સુધી આઇસોલેશનમાં રહીશ. આ અસુવિધા બદલ હું તમારા બધાની માફી માંગું છું, હું કોંગ્રેસની જીત માટે પ્રાર્થના કરું છું. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા આજે આસામમાં ચૂંટણી પ્રચાર કરવા જઇ રહી હતી, જ્યારે આવતીકાલે તે તામિલનાડુનાં શ્રીપેરુમબુદુર જઇ રહી હતી.

ગુજરાત: સુજલામ-સુફલામ યોજના હેઠળ નાણાં ચૂકવણીમાં વિલંબ, ભારતીય કિસાન સંઘ રાજકોટની મુખ્યમંત્રીને રજૂઆત

આ અગાઉ કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે કહ્યું હતું કે, ચૂંટણી પંચે નિર્ણાયક પગલા ભરવા જોઈએ અને તમામ રાષ્ટ્રીય પક્ષોએ આસામનાં ખાનગી વાહનમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) લઈ જવાના કથિત વીડિયોનાં સંદર્ભમાં ઈવીએમનાં ઉપયોગનો ‘ગંભીર પુનર્મૂલ્યાંકન’ કરવાની જરૂર છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ