Not Set/ કર્ણાટકમાં વોટોની ગણતરી શરૂ, રાજ્યમાં ભાજપનું ભાવિ નક્કી કરશે પરિણામ

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. બધા પરિણામો બપોર સુધીમાં આવવાની આશા છે. આ ચૂંટણીનાં પરિણામો રાજ્યમાં ચાર મહિનાની ભાજપ સરકારનું ભાવિ નક્કી કરશે. Karnataka: Counting of votes for #KarnatakaBypolls begins at 15 counting stations. https://t.co/2Q0iW8Ckm2— ANI (@ANI) December 9, 2019 આપને જણાવી દઇએ કે કોંગ્રેસ અને જેડીએસનાં 17 […]

Top Stories India
Karnataka કર્ણાટકમાં વોટોની ગણતરી શરૂ, રાજ્યમાં ભાજપનું ભાવિ નક્કી કરશે પરિણામ

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. બધા પરિણામો બપોર સુધીમાં આવવાની આશા છે. આ ચૂંટણીનાં પરિણામો રાજ્યમાં ચાર મહિનાની ભાજપ સરકારનું ભાવિ નક્કી કરશે.

આપને જણાવી દઇએ કે કોંગ્રેસ અને જેડીએસનાં 17 બળવાખોર ઉમેદવારો ગેરલાયક ઠરાવાયા બાદ ખાલી પડેલી જગ્યા ભરવા માટે પેટા-ચૂંટણીઓ યોજીવામાં આવી છે. એચડી કુમારસ્વામીની આગેવાનીવાળી સરકાર જુલાઈમાં આ 17 ધારાસભ્યોનાં બળવા પછી પડી ગઇ હતી. આ બેઠકો પર 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 67.91 ટકા મતદાન થયું હતું. ભાજપે પોતપોતાના મતક્ષેત્રોમાંથી પાર્ટીમાં જોડાનારા 16 અયોગ્ય ધારાસભ્યોમાંથી 13 ને ટિકિટ આપી છે. ઓછામાં ઓછા 6 ભાજપનાં ધારાસભ્યોને જીતવુ જરૂરી છે. પેટાચૂંટણી માટે યોજાનારી 15 બેઠકોમાંથી 12 કોંગ્રેસ અને ત્રણ જેડીએસ પાસે હતી.

ભાજપ પાસે હાલમાં એક અપક્ષ ધારાસભ્ય સહિત 105 ધારાસભ્યો છે. કોંગ્રેસની નજર પણ પરિણામો પર આધાર રાખી રહી છે, કારણ કે તેના નેતાઓ ફરીથી જનતા દળ-સેક્યુલર સાથે ગઠબંઘનનાં સંકેત આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા બી.કે. હરિપ્રસાદે કહ્યું કે, પરિણામોની સાથે અનેક બાબતો બદલાશે.

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ગુરુવારે ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની બેઠકો પર થયેલા ભારે મતદાન અને મોટાભાગનાં એગ્જિટ પોલમાં ભાજપની જીત ભવિષ્યવાણીને લઇને સત્તાધારી પાર્ટી દક્ષિણ રાજ્યમાં અને ત્રણ વર્ષ સુધી સરકારમાં બની રહેવાને લઇને ઉત્સાહિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.