viral news/ બાલ્કનીમાં રોમેન્ટિક થવું કપલને પડ્યું ભારે, વીડિયો વાયરલ થાત મહિલા સાથે થયું આવું…. 

એક કપલે તડકામાં ઘરની બાલ્કનીમાં રોમાન્સ કરવાનું શરૂ કર્યું. તે એટલી હદે આગળ વધી ગયા કે,…..

World
રોમેન્ટિક

રોમાંસ પ્રેમનો ખૂબ જ સુંદર ભાગ છે. પરંતુ, તે કરવાનો સમય અને સ્થળ પણ નક્કી છે. જો કે, કેટલાક કપલ્સ આ સમજી શકતા નથી અને કોઈપણ સમયે અને કોઇપણ સ્થાને રોમેન્ટિક થઈ જાય છે. આવા જ એક સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક કપલે તડકામાં ઘરની બાલ્કનીમાં રોમાન્સ કરવાનું શરૂ કર્યું. તે એટલી હદે આગળ વધી ગયા કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેના કારણે તે હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

કપલનો આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે વીડિયોમાં દેખાતી મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે શખ્સ હજુ ફરાર છે. આ કિસ્સો છે હોંગકોંગનો. અહીં Kai Takના જૂના એરપોર્ટ પાસે એક બહુમાળી બિલ્ડીંગ છે, તે જ બિલ્ડિંગની બાલ્કનીમાં કપલ રોમાન્સ કરી રહ્યું હતું. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના સમાચાર મુજબ, Kai Tak એમટીઆર સ્ટેશન પાસે આ મામલામાં 36 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

હકીકતમાં, આ મહિલાની હોંગકોંગના સામાન્ય કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ કાયદા અનુસાર, વીડિયોમાં દેખાતું કૃત્ય જાહેર શિષ્ટાચારની બહાર છે. આવી સ્થિતિમાં મહિલાને સાર્વજનિક સ્થળે રોમેન્ટિક થવાની સજા પણ મળશે. આ આરોપમાં તેને 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. બેરિસ્ટર આલ્બર્ટ લુક વાઈ-હંગે આ કેસમાં જણાવ્યું હતું કે આવા કેસમાં જાહેરમાં અશાંતિના અપરાધનો ગુનો વટહુકમનો ચાર્જ લગાવવામાં આવે છે. આ અંતર્ગત 6 મહિના સુધીની જેલ અને 10 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો:ગાંધી પરિવારને કેમ ઇડીએ પાઠવ્યું સમન્સ,શું છે નેશનલ હેરાલ્ડ કેસ,જાણો તમામ વિગત

આ પણ વાંચો: ડાકોર રણછોડ રાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા રસ્તાનું કામ પૂનમ પહેલા પૂર્ણ કરવા માગ

આ પણ વાંચો:દેશમાં કોરોનાની દહેશત વચ્ચે નવા કેસમાં સતત વધારો,એક જ દિવસમાં નવા 8 હજારથી વધુ કેસ